Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

પોરબંદરમાં ૨ દિવસીય સ્વીમીંગ સ્પર્ધાનો પ્રારંભ

જુદા જુદા રાજ્યોમાંથી કુલ ૪૭૫ એન્ટ્રીઃ ૮ થી ૮૦ વર્ષ સુધીના મહિલા-પુરૂષ સ્પર્ધકો

પોરબંદર, તા. ૫ :. આજથી બે દિવસ તા. ૫, ૬ જાન્યુ. શ્રીરામ સી સ્વીમીંગ કલબ પોરબંદર દ્વારા સ્વીમાથોન ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ છે. ૨૦૦૧થી આ કલબ દ્વારા સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ ૨૦૧૯માં અઢારમી વખત સ્પર્ધાનું આયોજન થયેલ છે. સ્વીમીંગ કલબ દ્વારા આ વર્ષની સ્વીમાથોન-૨૦૧૯માં જુદા જુદા રાજ્યોમાંથી ૪૭૫ જેટલા સ્પર્ધકો આવેલ છે. જેના વય જુથમાં ૮ વર્ષ સુધીમાં યુવાન મહિલાઓ અને પુરૂષોએ ભાગ લીધેલ છે.

સ્વીમાથોન ૨૦૧૯માં આંતરરાષ્ટ્રીય તરવૈયા કે જેઓ પેરા સ્વીમર હોવા છતાં ઈંગ્લીશ ચેનલ તરી ભારત દેશનું નામ ઉજાગર કરનાર રીમા સહા, જગદીશ તેલી તથા તેમની ટીમ ખાસ ભાગ લેવા આવવાના છે. તેઓની સાથે પુરા ભારતભરમાંથી ૪૮ પેરા સ્વીમર આવવાના છે જેમાં ૯ મહિલા સ્પર્ધકોનો સમાવેશ થાય છે.

સ્વીમાથોન ૨૦૧૯ સ્પર્ધા એફ.આઈ.એન.એ. એટલે કે ફેડરેશન ઓફ ઈન્ટરનેશનલની દેખરેખ હેઠળ રાખવામાં આવેલ છે. સૌ પ્રથમ વખત આરએફઆઈડી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને માઈક્રોચીપ્સથી ગણતરી કરવામાં આવશે. અંદાજે અઢી લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર, શિલ્ડ, મેડલ સર્ટીફીકેટ અપાશે.

આ સ્વીમીંગ કોમ્પીટીશનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના બાળકો અને યુવાનોને સ્પોર્ટસ પ્રત્યે જાગૃત કરવાની સાથે પોરબંદર આગવી ઓળખ એવો અરબ સાગરના સ્પોર્ટસ પ્રત્યે જાગૃત કરવાની સાથે પોરબંદર આગવી ઓળખ એવો અરબ સાગરના ખોળામાં ખુંદી યુવાનોમાં સાહસવૃતી કેળવવાનો છે. ઉપરાંત પોરબંદરને આંતરરાષ્ટ્રીય એવમ્ રાષ્ટ્રીયસ્તર પર પ્રવાસન સ્પોર્ટસ ક્ષેત્રે નામના વધે તેવી ભવ્યતા રહેલી છે.

સમુદ્ર તરણ સ્પર્ધામાં ગત મે માસમાં રીલેમાં ઈંગ્લીશ ચેનલ તરનારા ચાર પેરા સ્વીમર્સનું સન્માન કરવામાં આવશે. સુરતના શ્રીહરીઓમ આશ્રમ દ્વારા દરેકને ૫૦ હજાર રૂપિયાનો પુરસ્કાર આપીને બિરદાવવામાં આવશે.

સમુદ્રી તરણ સ્પર્ધામાં રેસ્કયુની સુંદર સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. કોસ્ટગાર્ડ, નેવી ઉપરાંત ૧૦૮ બોટની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. ખારવા યુવાનો પણ તેમની હોડીઓ લઈને રેસ્કયુ માટે ખડેપગે રહેશે.

આ વર્ષે ડીપ સી એટલે કે અઢી કિ.મી.ની સીધી સ્પર્ધા યોજવામાં આવશે અને ૫૦૦ મીટરના અંતરે દરીયામાં પ્લેટફોર્મની સુવિધા તેમજ એનર્જી ડ્રીંક પણ પુરા પાડવામાં આવશે.

પાંચ કિ.મી.ની પેરાસ્વીમર્સની સ્પર્ધા માટે ૨૯ પુરૂષો અને ૭ મહિલાઓ સહિત ૩૬ એન્ટ્રીઓ આવી છે જ્યારે ૧ કિ.મી.ની પેરાસ્વીમર્સની સ્પર્ધા માટે ૨૫ પુરૂષો અને ૯ સ્ત્રીઓ સહિત ૪૪ એન્ટ્રીઓ આવી છે.

રામ સી સ્વીમીંગ કલબના આયોજકો હરીશભાઈ પાંઉ, દીપકભાઈ ઉનડકટ, હર્ષિતભાઈ રૂઘાણી, કિશોરભાઈ થાનકી, મહેન્દ્રભાઈ સુરેલીયા, દીપકભાઈ વટીયા, પ્રતીકભાઈ ભટ્ટ, પ્રિતેશભાઈ લાખાણી, મનીષભાઈ માલવીયા, ગોપાલભાઈ કોટીયા વગેરે એ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી.(૨-૧૧)

(4:09 pm IST)