Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ગોંડલના ભગવત પરામાં વિલાસબેન ખાંટને પતિ મુકેશે ધોકો ફટકાર્યો

'તું મને પુછયા વગર કેમ બહાર ગઇ' પતિ મુકેશે ઝઘડો કરી માર મારતા ફરિયાદ

રાજકોટ તા ૫ : ગોંડલના ભગવતપરામાં પતિએ. ઝઘડો કરી પત્નીને કપાળ પર ધોકો ફટકારી ઇજા કરતા ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ ગોંડલના ભગવતપરામાં  રહેતા  વિલાસબેન મુકેશભાઇ પીપળીયા (ઉ.વ.૪૨) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે પતિ મુકેશે આવીને ' તું મને  પુછયા વગર કેમ બહાર ગઇ' તેમ કહી ગાળો આપી ઝઘડો કરી ઉશ્કેરાઇને વિલાસબેનન ે કપાળના ભાગે લાકડાનો ધોકો  ફટકારી દીધો હતો. બાદ વિલાસબેનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા, આ અંગે ગોંડલ સીટી પોલીસે પતિ મુકેશ ખાંટ વિરૂધ્ધ  ગુનો દાખલ  કરી  શોધખોળ આદરી છે. (૩.૯)

(3:43 pm IST)