Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

હળવદ સિંચાઇ કોૈભાંડમાં ચાર વિરૂદ્ધ ચાર્જશીટઃ ધારાસભ્ય સામે વિધાનસભા અધ્યક્ષની મંજુરીની રાહ

હળવદ તા.પઃ મોરબી જિલ્લાના ચકચારી નાની સિંચાઇ કોંભાંડમાં સંડોવાયેલાની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જે ચાર્જશીટમાં નિવૃત કાર્યપાલક ઇજનેર સી.ડી. કાનાણી, સસ્ટેનેબલ કંન્ટ્રકશન મેનેજમેન્ટ રાજકોટના પ્રોપરાઇટર ચેૈતન્ય જયંતિલાલ પંડયા, વેગડવાવ મજુર સહકારી મંડળીના ભરતભાઇ રાઠોડ અને ગણપતભાઇ રાઠોડ, વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જયારે પરષોતમભાઇ સાબરીયા ધારાસભ્ય હોવાથી તેમના વિરૂદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવા માટે પોલીસે વિધાનસભા અધ્યક્ષની મંજુરી માંગી છેે. જે મંજુરી મળી ગયે ચાર્જશીટ ફાઇલ થઇ જશે તેવું જાણવા મળી રહ્યું છે.

આ ઉપરાંત આ કોૈભાંડમાં ૧૫થી વધુ હજુ અન્ય લોકોની સંડોવણી હોવાનું પણ બહાર આવી રહ્યું છે. આ ૧૫થી વધુ લોકોનું આગામી દિવસોમાં શું થશે તેના તરફ સમગ્ર તાલુકાની જનતાની મીટ મંડાઇ રહી છે. આ ૧૫થી વધુ લોકોમાં બે ભાજપના અગ્રણીઓ પણ હોવાની ચર્ચાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.(૧.૯)

(11:54 am IST)