Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

મોરબીના એટ્રોસીટીના ગુનામાં બે આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબી તા ૫ : મોરબી એટ્રોસીટીના ગુન્હાના કામે પકડાયેલ બંને આરોપીઓનો કોર્ટ દ્વારા નિર્દોષ છુટકારો ફરમાવેલ હતો.

શહેર મોરબીમાં શકત શનાળા ગામે રહેતા એવા ચંદુભાઇ છગનભાઇ, જાતે વણકર ઉ.વ. ૨૬ વાળાએ શહેર મોરબીમાં સીટી પો. સ્ટે. માં તા. ૦૯/૦૪/૨૦૧૧ ના રોજ ફરીયાદ કરેલી કે, આ કામે શહેર મોરબીમાં જ શકત શનાળા ગામે રહેતા અને શકત શનાળા ગામે '' રાજશકિત ચા ની હોટલ ધરાવતા ગજુભા સજુભા ઝાલા ઉ.વ.આ. ૩૫ વાળાની હોટલે ખુરશીમાં ફરીયાદી ચંદુભાઇ બેઠા હતા ત્યારેઙ્ગઆ ગજુભાની ચા ની હોટલમાં કામ કરતો આરોપી નં.૧ જૈના ઉર્ફે જીણા ઉમેદભાઇ છનીયારા/ દેવી પુજકે ફરીયાદી ચંંદુભાઇની મશ્કરી, મજાક કરવા લાગતા તેને ચંદુભાઇએ ના પાડતા આરોપી નં.૧ જૈના ઉર્ફે જીણાએ ફરીયાદી ચંદુભાઇને બિભત્સ ગાળો આપવા લાગેલ.

આ બંને આરોપીઓ સામે ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ બોમ્બે પોલીસ એકટની કલમ ૧૩૫ તથા અટ્રોસીટી એકટના કાયદાની કલમ ૩(૧)૧૦ મુજબની ફરીયાદ કરેલી.

આ કામના બંને આરોપીઓને એટ્રોસીટી કેસના ગુન્હાના કામે એડી. એન્ડ સેશન્સ જજ શ્રી ઉપાધ્યાય જજમેન્ટ આપતા જણાવેલ કે બંને આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવે છે. આ કામે ધારાશાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ પી.ડી. માનસેેતા બંને આરોપીઓ તરફે રોકાયેલા હતા

(11:37 am IST)