Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ગોંડલના મોવિયાની સર્વોદય સ્કુલને નેશનલ લેવલે ગોલ્ડ મેડલ

મોવિયા : સર્વોદય સ્કુલ મોવિયાના વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાની અં.૧૪ સ્કુલ ગેમ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત યંમગુન્ડો અને કીક બોકસીંગ સ્પર્ધામાં ચમકયા હતા. આ સ્પર્ધા નેશનલ લેવલની સ્પર્ધા છતીસગઢ રાજયમાં યોજાઇ હતી. તથા અલગ અલગ ૧૮ રાજયની ટીમે ભાગ લીધો હતો. જેમાં સર્વોદય સ્કુલ મોવિયાનો વિદ્યાર્થી ખાનપરા વિવેકે ૪૧ કિલોમાં યંમગુન્ડોની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તથા અં. ૧૭ કીક બોકસીંગ સ્પર્ધામાં ૪૫ કિલોમાં ખુંટ શુભમે બ્રોન્ઝ મેડલ મેળવીને સ્કુલનું નામ રોશન કર્યુ છે. આ તકે તેમના કોચ ધીયાડ ચેતનભાઇ તેમજ બંને વિદ્યાર્થીઓને સ્કુલના ટ્રસ્ટી અંકુરભાઇ દુદાણી, આચાર્યશ્રી નરોડીયા તેમજ સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.(૪૫.૭)

(11:36 am IST)