Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ઉપલેટા કેશરીયા હનુમાન મંદિરે ભાગવત કથા

ઉપલેટા : શહિદ અર્જુન રોડ ઉપર શ્રી કેશરીયા હનુમાન મંદિર અને મહિલા સત્સંગ મંડળ દ્વારા હનુમાન મંદિરના જીર્ણોધ્ધાર અર્થે રાજુભાઇ વ્યાસના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે. ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયા, તા.પં.ના પ્રમુખ લાખાભાઇ ડાંગર અને ન.પા.ના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા સહિત ભાજપ કોંગ્રેસના આગેવાનોએ હાજરી આપી હતી. (તસ્વીર-અહેવાલ : કૃષ્ણકાંત ચોટાઇ, ઉપલેટા)(૪૫.૫)

(11:35 am IST)