Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

દેરડી (કું.)માં પુત્રીના જન્મને વધાવતો ગોલ પરિવાર : પ્રેરક ઉજવણી

દેરડી (કું) તા.પ : યુવા ભાજપ આગેવાન ચિરાગભાઇ ગોલ તથા અ.સૌ. ચાંદનીબેનના ઘરે પુત્રી પ્રાપ્તિનો જન્મ થતા સગા સ્નેહી તથા મિત્ર મંડળમાં પેંડા જલેબી વહેચવાના બદલે રાષ્ટ્રભકિતને લગતા પુસ્તકો ભેંટમાં આપ્યા છે. સાથે 'મને ગર્વ છે મારી ઘેર દિકરી છે'ના સ્લોગન સાથે દિકરીના જન્મને વધાવતા, દિકરીનુ મહત્વ કેટલુ છે તેવો સંદેશો પણ આપ્યો છે.

ગોલ દંપતિ જણાવે છે કે દિકરી કયારેય બોજા રૂપ બનતી જ નથી. હંમેશા ઘરને હર્યુ ભર્યુ રાખવા ઘરમાં એક દિકરી જોઇએ  જ તેવો સુર વ્યકત કર્યો છે. નોંધનીય છે કે ગોલ દંપતીની પ્રથમ લગ્નતિથી નિમિતે ખોટા ખર્ચા કરવાને બદલે બે દિકરીઓના ભણતરની તમામ જવાબદારી ઉપાડી સમાજમાં એક ઉદાહરણીય દાખલો બેસાડેલ. રચનાત્મક કાર્યની વ્યકિતગત નોંધ લઇ માન. મુખ્યમંત્રીશ્રીએ ચિરાગભાઇ ગોલ તથા ચાંદનીબેનને વ્યકિતગત નોંધ લઇ શુભેચ્છા આપેલ છે.

(11:31 am IST)