Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

અમરેલી બપોરથી સજ્જડ બંધઃ પોલીસ બંદોબસ્ત

મહારાષ્ટ્રની ઘટનાને પગલે બંધનું એલાન અપાયા બાદ બપોર સુધી ખુલ્લુ રહ્યા બાદ રેલી સ્વરૂપે નીકળીને બજારો બંધ કરાવી

અમરેલી :  તસ્વીરમાં  અમરેલીની બજારો બંધ  નજરે પડે છે. (તસ્વીર : અરવિંદ નિર્મળ -અમરેલી)

અમરેલી તા. પ :.. અમરેલીમાં દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન અપાયુ હતુ પરંતુ સવારથી બપોરના ૧ર વાગ્યા સુધી બંધની ખાસ અસર જોવા મળી ન હતી. પરંતુ બપોરે રેલી રૂપે લોકો બજારો બંધ કરાવવા નીકળતા દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. અને સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

મહારાષ્ટ્રમાં દલીત અને મરાઠા વચ્ચે પડેલી અનટચના  પડઘા ગુજરાત સુધી પહોંચ્યો છે. ગઇકાલે ધોરાજીમાં બસ સળગાવવા બાદ પરીસ્થિતિ વણસતા બંધના એલાનને સમર્થન મળી રહ્યું હતું.

પણ અમરેલીમાં સવારે બંધના મહોલ વચ્ચે બજારો ખુલી હતી.  પરંતુ બપોરે ૧ર-૪પ એક રેલી નીકળતા બજારો ટપોટપ બંધ થવા  લાગી હતી. અને સજ્જડ બંધને પ્રસિધ્ધ મળ્યો હતો.

દલીત સમાજે રેલીયોજી કડક બંદોબસ્ત વચ્ચે આવેદન પત્રો પાઠવી રજૂઆત કરી હતી.બીજી તરફ ગ્રામ્ય મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી. રાજકોટથી અમરેલી આવતી એસ. ટી. બસો ગીરીયા નજીક અટકાવી દિધી હતી. એજ રીતે ધારી-ચલાલાથી આવતી બસો બાયપાલ પાસે અટકાવી દીધી હતી. અન્ય વાહનોમાં બેસીને સીટીમાં પાંચીયા  હતાં.

અમરેલી સીટીમાં પરિસ્થિતી શાંત હતી. છતાં એસ. ટી.ના કર્મચારીઓ એવું  કહેવા કે સીટીમાં પરીસ્થિતી સારી નથી. એટલે બસ આગળ નહી જાય હકિકતમાં સીટીની અંદર શાંતીનો માહોલ જાવા મળેલ છે.

(4:50 pm IST)