Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

વેરાવળ જીઆઈડીસીની મચ્છીની ફેકટરીમાં ગેસની પાઈપલાઈન લીકેજઃ ૩૭ કામદારોને ઝેરી અસરઃ ૭ સારવારમાં

વેરાવળ, તા. ૫ :. વેરાવળ નજીક જીઆઈડીસીમાં ફેકટરીમાં ગેસ ગળતર થતા ૩૭ કામદારોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવતા દોડધામ મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળ સોમનાથ વચ્ચે જીઆઈડીસીમાં જગદીશ મરીન નામની મચ્છીની ફેકટરીમાં આજે ગેસની પાઈપ લાઈન લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી.

ગેસ લીકેજ થતા મચ્છીની ફેકટરીમાં કામ કરી રહેલા ૩૭ જેટલા કામદારોને તાબડતોબ વેરાવળની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

(4:06 pm IST)