Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

સોરઠમાં ઠંડી ઘટી, ગિરનાર પર ૬.૩ ડીગ્રી

જુનાગઢ, તા., ૫: સોરઠમાં ઠંડી ઘટતા લોકોએ રાહત અનુભવી છે ગિરનાર ખાતે આજનું તાપમાન ૬.૩ ડીગ્રી રહયું છે.

આજે સતત ત્રીજા દિવસે પણ ઠંડીમાં ઘટાડો યથાવત રહયો છે. ગઇકાલની સરખામણીએ આજે ૧ ડીગ્રી ઘટીને જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૧.૩ ડીગ્રી નોંધાયું છે.તાપમાન વધતા ઠંડીમાં આંશીક ઘટાડો થયો છે. જુનાગઢનાં ગિરનાર પર્વત ખાતે ૬.૩ ડીગ્રી ઠંડી નોંધાઇ છે. વાતાવરણમાં ભેજ ૭૭ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૮ કિ.મી.ની રહી છે.

(3:38 pm IST)