Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

પાલીતાણા પાસે પશુ ભરેલ વાહન ઝડપાયું

ભાવનગર, તા. ૫ :. પાલિતાણા રૂરલ પોલીસ સ્ટાફ સોનગઢ રોડ પર પેટ્રોલીંગ કરતો હતો તે દરમ્યાન સરોડ ગામ નજીક ૧૯ ઘેટા-બકરી ભરેલ બોલેરો પીકઅપ વાન નં. જીજે ૪ એ.ટી. ૫૮૫૨નો ચાલક પોલીસને જોઈને વાહન બીનવારસી છોડી ફરાર થઈ જતા પાલિતાણા પોલીસે પીકઅપ વાન કબ્જે કર્યુ હતું.

પાલિતાણા રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ પશુ અતિક્રમણની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:23 am IST)