Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

અમરેલીના સમઢીયાળા નજીક ગૌચરમાં માટીચોરીનું કૌભાંડ ઝડપાયું :એક કરોડનો મુદ્દામાલ જપ્ત

અમરેલીઃ સમઢીયાળા ગામ નજીક ગૌચર વિસ્તારમાંથી માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં જેમાં એક હિટાચી મશીન અને જેસીબી ગેરકાયદેસર માટી ચોરી કરતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતાં.

ભાવનગર સોમનાથ નેશનલ હાઇ-વેના કામમાં માટી ચોરી કરતા હોવાનું ખાણ ખનીજ વિભાગની તપાસમાં બહાર આવ્યું હતું. જેમાં 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે આ દરોડાથી ભુમાફીયાઓમાં ફ્ફડાટ વ્યાપી ગયો હતો.

(10:35 am IST)