Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ધોરાજીમાં દલિત યુવાનોની આશ્ચર્યજનક કાર્યક્રમ દ્વારા કલેકટરને રજુઆત

ધોરાજી તા.પ : ધોરાજીમાં દલિત યુવાનોએ બહારપુરા હરિજનવાસ વિસ્તારમાંથી આશ્ચર્યજનક રેલી કાઢી ગેલેકસી ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા પાસે જય ભીમના નારા લગાવી દલિતોને ન્યાય આપોના નારા સાથે ડે.કલેકટર તુષાર જોશીને રજુઆત કરી હતી.

જેમાં દલિત સમાજના યુવા અગ્રણી યોગેશભાઇ ભાષાએ એવી રજુઆત કરી કે દલિત સમાજ ૧૮૧૮ સાલથી ર૦૧૮ની સાલ સુધી ભોગ બનતો આવ્યો છે.

હજુ અમારા સમાજે કયા સુધી અન્યાય સહન કરવાનો છે એનો સરકાર પાસેથી જવાબ જોઇએ છે. અમારી લાગણી સરકારમાં પહોંચાડવા વિનંતી કરેલ હતી. આ સાથે દલિત યુવાનો જય ભીમના નારા સાથે દલિતોને ન્યાય આપોના નારા લગાવ્યા હતા અને આશ્ચર્યજનક કાર્યક્રમ આપેલ. આ સમયે ધોરાજીના પીઆઇ વી.એમ.ભોરણીયા, સીપીઆઇ કે.આર.રાવત ડી સ્ટાફના નિરૂભા વાળા, દાનુભા જાડેજા વિગેરે સ્ટાફએ બંદોબસ્ત જાળવેલ હતો.

(9:46 am IST)