Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે બોડી ચેકઅપ કેમ્પ યોજાયો

મોરબી :ગુજરાત સરકારના નિરામય ગુજરાત અભિયાન હેઠળ આયુષ હોસ્પિટલ અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જેલરોડ ઉપર આવેલા રબારીવાસ, વણકરવાસ અને વાલ્મીકીવાસમાં વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં આ વિસ્તારમાં લોકોના ડાયાબીટીસ અને હૃદય રોગની સારવાર માટે બોડી ચેકઅપ કરાયું હતું. સાથેસાથે આયુષમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા
મોરબીના જેલરોડ ઉપર આવેલા રબારીવાસ, વણકરવાસ અને વાલ્મીકીવાસમાં રહેતા લોકોના આરોગ્યના ચેકઅપ માટે વિસ્તારમાં આવેલી સાર્વજનીક પ્રાથમિક શાળા ખાતે ગુજરાત સરકારના નિરામય ગુજરાત અભિયાન હેઠળ આયુષ હોસ્પિટલ-મોરબી તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી ડાયાબિટીસ બીપી, હૃદય રોગની સારવાર માટે સ્વાસ્થ્ય બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ કેમ્પમા આયુષ હોસ્પિટલના ડો. ચેતન અઘારા, યંગ ઇન્ડીયા ગ્રુપના ડો. દેવેનભાઇ રબારી વોર્ડ નં.૧૩ ના કાઉન્સિલર ભાનુબેન નગવાડીયા, ભાવિકભાઈ જારીયા તેમજ કેતનભાઇ વિલપરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લઈને પોતાના સ્વાસ્થ્યને લગતા બોડી ચેકઅપ કરાવ્યા હતા. તેમજ સાથો સાથ આયુષમાન કાર્ડ કાઢી આપ્યા હતા.

(11:43 pm IST)