Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોરબીના જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૪૦ દર્દીઓએ લાભ લીધો

૧૯૭ લોકોના વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે

શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજવામાં આવે છે જેમાં આજે ૩૪૦ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૯૭ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામા આવશે.

શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર,આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી કેમ્પમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પને સફળ બનાવવા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી.

(11:39 pm IST)