Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

જામનગરના વલસુરા ખાતે બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીમાં જવાનોએ વિવિધ કરતબો દેખાડી દિલ જીતી લીધા]

જામનગરના વાલસૂરા નેવી મથક ખકતે નૌકાદળ સપ્તાહની ઉજવણી 2021ના ભાગ રૂપે, 04 ડિસેમ્બર 2021ના નેવીડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખાસ બીટિંગ રીટ્રીટ અને સનસેટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. 'બીટિંગ રીટ્રીટ' એ સદીઓ જૂની લશ્કરી પરંપરાને ઉજાગર કરે છે, જ્યારે સૈનિકોએ લડાઈ બંધ કરી, તેમના શસ્ત્રો ઢાળી દીધા  હતા અને યુદ્ધના મેદાનમાંથી પરત ફર્યા બાદ  એકાંતના વાતાવરણમાં સૂર્યાસ્ત સમયે તેમના ટેન્ટ માં પરત આવતા હોય છે. તેવી રીતે જામનગરના વાલસુરા ખાતે નેવલ બેન્ડ દ્વારા વિવિધ ધૂનો વગાડવામાં આવી હતી.જેનો અવાજ દિલને સ્પર્શી જાય તેવા હતો.આ ઉપરાંત, વિવિધ કવાયત ,પીટી અને મશાલ  દ્વારા આકર્ષક દાવપેચ પણ સાંજના કાર્યક્રમોમાં કરવામાં આવ્યા હતા. નેવલ બેન્ડ દ્વારા જેમ કે કર્નલ બોગી, વંદે માતરમ, જય ભારતી, સારે જહાં સે અચ્છા, સહિત અનેક ધૂનો રેલાવી હતી. અને પ્રેક્ષકોને પણમંત્રમુગ્ધ કરી દીધા હતા.
નેવીના અધિકારી અને તાલીમાર્થીઓ દ્વારા અદભૂત કવાયત અને શારીરિક તાલીમ સાથે સેનાની શક્તિના દર્શન કરવી પ્રેક્ષકોને જકડી રાખ્યા હતા.જામનગરના 70 થી વધુ પ્રતિષ્ઠિત મહાનુભાવો અને ભારતીય નૌકાદળ, ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેનાના 250 થી વધુ ગણવેશધારી કર્મચારીઓ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(11:26 pm IST)