Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

સુરેન્દ્રનગર શહેરના અકિલાના પત્રકાર ફઝલભાઇ ચૌહાણ ના ભાણેજ અશૅ નો કાલે જન્મદિવસ : ત્રીજા વર્ષમાં પ્રવેશ કરશે

વઢવાણ તા.૪ : સુરેન્દ્રનગર શહેરના વઢવાણના  પત્રકાર શબનમ ચૌહાણ ના પુત્ર અને સુરેન્દ્રનગર શહેરના "અકિલા"ના પત્રકાર ફઝલભાઇ ચૌહાણ ના ભાણેજ અશૅ નો કાલે જન્મદિવસ છે. કાલે તા. 5 12 ને રવિવારના રોજ તે  ત્રીજા વર્ષમાં  પ્રવેશ કરશે. તે નિમિત્તે અશૅર્ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે

ચૌહાણ પરિવાર દ્વારા અશૅના જન્મદિવસના ઉજવણી કરી અને તેના સ્વસ્થ આરોગ્ય માટે પરિવાર દ્વારા દુઆ - પ્રાર્થના કરવામાં આવશે.

સુરેન્દ્રનગર શહેરના જાણીતા અખબારી એજન્ટ બાબુલાલ ફતેહમહમ્મદ ચૌહાણ ના સુપુત્ર પત્રકાર  ફારૂકભાઇ ચૌહાણની સુપુત્રી શબનમબેન ચૌહાણના પુત્ર અશૅના શાનદાર જન્મદિવસ ઉજવણી ચૌહાણ પરિવાર દ્વારા કરવામાં આવનાર છે.

    નાનપણથી જ  ચાલાક.ચબરાક અને ચતુર અને કાયમ હસતો - ખેલતો અને હસાવતા  અશૅના આ જન્મદિવસ આ અવસરે પરિવારમાં જન્મ દિવસ ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. પરિવારમાં નાની અંજુમન બેન તેમજ નાના ફારૂકભાઈ મમ્મી શબનમ મામા ફઝલભાઈ તેમજ દાદા બાબુલાલ ચૌહાણ સહિતના પરિવારજનો અશૅર્ના જન્મદિવસની ઉજવણી ના સહભાગી બની અને ઉજવણી કરવામાં આવનાર છે

 

(4:55 pm IST)