Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

અમરેલીની ૪૮૯ પંચાયતોની ચૂંટણીમાં ગરમાવોઃ સાડા છ હજાર ઉમેદવારો મેદાનમાં

 (અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી જીલ્લાની ૪૮૯ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં માટે જબરોઉત્સાહ દેખાયો છે આજે એક સાથે સરપંચ માટેવધુ પ૭૧ અની સભ્યપદ માટે વધુ ૩૦૬પ ઉમેદવારી પત્રો ભરાતા કુલ ઉમેદવારીની સંખ્યા સાડા છ હજાર ઉપર પહોંચી છે અમરેલી જીલ્લાની ૪૯૮ પંચાયતોમાં સરપંચોની ચુંટણી માટેકુલ ૧૧૦૯ ઉમેદવારી પત્રો રજુ થયા છે. અને ગ્રામ પંચાયતના સભ્ય પદ માટે પ૪૪પ ઉમેદવારો મેદાનમાં આવ્યા છે અને આજે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે હજુ ફોર્મ ભરાશે. આ ઉપરાંત જિલ્લાની ૩૮ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં સરપંચપદ માટે ૧ર ઉમેદવારપત્રો ભરાયા છે. અને જિલ્લાના અમુક સંવેદનશીલ ગામડાઓમાં ચુંટણી ટાણે માથાકુટ ન થાય તેના માટે પોલીસ તંત્ર દ્વારા તકેદારી રાખવી જરૂરી બનવાની છે. કારણ કે ગામડા ગામમાં દર ચુંટણી પછીના વેરઝેરમાં માથાકુટના ઘણા બનાવો બની ચુકયા છે.

ઝેરી મધમાખીનો હુમલો

બગસરાના ડેરીપીપરીયા ગામ પાસે ભંડારીયાના વતની આધેડ ડેરીપીપરીયા પાસે જતા હતા તયારે અચાનક ઝેરી મધમાખીનું ઝૂં અસંખ્ય માખીઓ આ આધેડ પર હુમલો કરતા આધેડ જખમી થઇ અને પડી જતા આસપાસના લોકો દોડી ગયા હતા અને ત્યાર બાદ ૧૦૮ ની મદદથી બગસરા સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા મળતી માહીતી મુજબ બગસરા તાલુકાના ડેરી પીપરીયા પાસે ભંડારીયાના વતની આધેડ ભોજા આતા ૮૦ ડેરીપીપરીયા પાસે જતા હતા ત્યારે અચાનક મધમાખીનું ઝૂંડ આધેડ પર હુમલો કરતા આધેડ અચાનક પડી જતા આસપાસના લોકો દોડી ગયા હતા ત્યારબાદ ૧૦૮ ની મદદથી સીવીલ હોસ્પિટલ બગસરા ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જાફરાબાદની ર બોટ

દરિયામાં લાપતા

હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદથી આગાહીને લઇ માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપી દેવાય છે જેને લઇ ૬૦૦ ઉપરાંત બોટો અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર લંગારી દેવાય છેજેના કારણે મોટાભાગના તમામ માછીમારો વતન આવી ગયા છે. જયારે ૧ બોટ લાપતા થઇ છે. જાફરાબાદના જેન્તીભા દેવાભાઇ સોલંકીની ઓમ નમોસિવાય નામની બોટ નંબર જી.જે.૧૪ એમએમ ૧૦૭પ બોટ સાથે ૮ જેટલા ખલાસી સવાર હતા અને માછીમારી કરવા ગયા હતા તેમનો હજુ સુધી કોઇ કોન્ટેક નથી થયો બોટ સંપર્ક વિહોણી થઇ છે માછીમાર પરિવારોચિંતાતુર બન્યા છે જયારે તમામ બોટો આવી પહોચી છે. અને એક બોટ નહિ આવતા સમગ્ર બંદર પર ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. માછીમાર એસોસીએશન દ્વારા કોસ્ટગાર્ડને જાણ કરતા કોસ્ટગાર્ડ દ્વારા તેની શોધખોળ શરૂ કરી આ ઉપરાંત જાફરાબાદની એક બોટ દ્વારા પણ શોધખોળ શરૂ કરી આ ઉપરાંત આસપાસના તમામ બંદર પર પણ તપાસ કરાઇ છે.

ટેકાના ભાવે મગફળી

વેચવામાં ખેડૂતોમાં નિરૂત્સાહ

અમરેલી જિલ્લામાં ગુજરાત રાજય નાગરીક પૂરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે  મગફળીની ખરીદીની કામગીરી ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં ૧૧ હજાર કરતા વધારે ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે પણ હજુ સુધી માત્ર ૬૮પ ખેડૂતો જ ખરીદી કરવા માટે આવ્યા છે. રાજય સરકાર દ્વારા ખેડૂતોને પોણક્ષમ ભાવો મળે એ માટે પુરવઠા નિગમ મારફતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. અને અમરેલી જિલ્લામાં દિવાળી બાદ આ કામગીરીની શરૂઆત થઇ હતી અને હાલમાં બજારમાં ટેકાના ભાવની નજીકના ભાવમાં જ મગફળી વેચાય છે અને તેમાં પેમેન્ટ પણ રોકડું મળી જતું હોવાથી ટેકાના ભાવમાં મગફળી વેચવા માટે ખેડૂતોમાં જોઇએ તેટલો ઉત્સાહ જોવા મળતો નથી. તા. રની સ્થિતિએ પુરવઠા નિગમ દ્વારા અમરેલી જિલ્લામાં કુલ ૯ કેન્દ્રો પર ૧૧૪૭૯ ખેડૂતોને એસએમએસ કરીને પોતાની મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા દ્વારા મગફળીની ખરીદી પેટે અત્યાર સુધીમાં ૬૮પ માંથી રપ૧ ખેડૂતોને ખરીદ  કરેલી મગફળીની રકમની ચૂકવણી કરી દેવામાં આવી છે જે રૂ. ર કરોડ ૬ર લાખ ૭૯ હજાર ૩૬૦ છે. અત્યાર સુધીમાં નિગમ દ્વારા કુલ ૧ર૮૬૦.૧૦ કવીન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે.

જીલ્લામાં ૭૧ શખ્સો

પીધેલા ઝડપાયા

અમરેલી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા માટે જિલ્લા પોલીસ વડા નિર્લીપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ ડ્રીંકસ એન્ડ ડ્રાઇવ દરમિયાન જુદા જુદા સ્થળોએથી ૭૧ શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી લઇ જેલની હવા ખડવાડી સરભરા કરી હતી. જયારે જિલ્લામાં જુદા જુદા ૧પ સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી ૧૩ શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતી. જેમાં સાવરકુંડલામાં શાન્તુબેન રણછોડભાઇ શિયાળને ૩ લી. રૂ. ૬૦, ભુરખીયામાં દેવકુબેન રસીકભાઇ  વાઘેલાને ૩ લી. રૂ. ૭૮ સાથે ખાંભાના ડેડાણમાં મનસુખ હરીભાઇ ચૌહાણને ૬ લી. રૂ.૧ર૦,   અમરેલીમાં અજય ગોગનભાઇ રાધનપરાને ર લી. રૂ.પ૦, અમરેલીના ચીતલમાં ઉષાબેન વિજયભાઇ ગોરસવાને ૩ લી. રૂ.૭૦ લીલીયાના લૌકી ગામે ક્રિષ્નાબેન ચંદુભાઇ ખુદડીયાને ર લી. રૂ.પ૮ સાથે તેમજ અમરેલી બહારપરા અરૂણાબેન પ્રકાશભાઇ મકવાણાને ૪ લી. રૂ. ૯રના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડયા હતા.

કાર હડફેટે બાઇક ચાલકને

ઇજાઃ હાથ કપાઇ ગયો

બગસરા તાલુકાના હામાપુર નામના  હાર્દિકભાઇ શંભુભાઇ ચોટલીયા ઉ.વ.ર૮ પોતાનું બાઇક લઇ વાડીએ પાણી વાળવા જતા હતા તે દરમિયાન બગસરા તરફથી જેઇન કાર જીજે૦૧ એચજી ર૬૯રના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇક સાથે અથડાવી નાની મોટી ઇજા કરી હાથ કપાઇ ગયાની બગસરા  પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

લગ્નની લાલચ આપી

યુવતી પર બળાત્કાર

દામનગર મુળીયા પાટ ગામે રહેતી યુવતીને લગ્ની લાલચ આપી અવારનવાર તે જ ગામના પ્રદિપ ઉર્ફે બાલો મુકેશભાઇ સવાણીએ લગ્ન નહી કરી બળાત્કાર ગુજાર્યાની દામનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. બનાવની તપાસ એસ.સી.એસ.ટી. સેલના ના.પો. અધિ. જે. પી. ભંડેરી તપાસ ચલાવી રહ્યા છે.

વિજ શોક લાગતા મોત

લાઠી તાલુકાના મતીરાળા ગામે મુળ એમ.પી.ના શ્રમિક હરમલભાઇ ભલ્લુભાઇ પંચાહા (ઉ.વ.૩૩) પડતર જગ્યામાં ઝૂંપડુ બાંધીને રહેતા હોય સવારના તા. ર-૧ર-રના હાજતે જવા નીકળેલ અને નજીકમાં આવેલ પડતર સરકારી જગ્યામાં વૃક્ષારોપણ કરેલ તેની ફરતે કંટાળી વાયર ફેન્સીગ કરેલ હોય જેમાં પોતે ઓઢેલી ચાદર ફસાઇ જતા કાઢવા જતા વીજ શોધ લાગતા મોત નિપજયાનું પત્ની સાયદાબેને લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. 

(1:51 pm IST)