Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

સુરેન્દ્રનગર જિલ્લાના નવાગામ વિસ્તારમાંથી

શાકભાજી ભરેલ બોલેરો કારચાલકે નશાની હાલતમાં પૂરઝડપે કાર ચલાવી - ચારને અડફેટે લીધા

સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન પાસે રીક્ષા ચાલકને હડફેટે લેતા ત્યાં પણ બે લોકોને ઇજાઓ પહોંચી

સુરેન્દ્રનગર તા. ૪ : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે રકતરંજિત બની જવા પામ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર ગઈકાલે રાત્રી દરમિયાન વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે નશાની હાલતમાં બોલેરો પીકપ કારચાલકે ચાર લોકોને અડફેટે લીધા છે જેમાં નાની-મોટી ચાર લોકોને ઈજાઓ થવા પામી છે અને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ના નવાગામેથી શાકભાજી ભરીને આવતી બોલેરો કાર ચાલકના ડ્રાઇવર દ્વારા બેફામ રીતે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પ્રવેશ મેળવ્યા બાદ કાર ચલાવવામાં આવતી હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરના કુંભાર પરા વિસ્તારમાં આવેલા ઈલેકટ્રીક ટી.સી ઉપર ગાડી ચડાવી દેવામાં આવી છે જેને લઇને રાત્રી દરમિયાન ટીસી ફાટી જવા પામ્યો છે અને કુંભાર પરા વિસ્તારમાં અંધારપટ છવાઇ જવા પામ્યો છે.

ત્યારે આજ કાર ચાલકે સુરેન્દ્રનગર શહેરની રાજ હોટલ નજીક એક શખ્સ ને હડફેટે લીધો છે તેને પણ સામાન્ય ઈજા થવા પામી છે ત્યારે આ બોલેરો પીકપ કાર માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજી ભરી અને જઈ રહી હતી તે સમયે બસ સ્ટેન્ડ નજીક બેઠેલા બે બાઇક ચાલકને હડફેટે લીધા છે તેમને પણ નાની મોટી ઈજાઓ થઈ છે તેમજ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન માર્કેટિંગ યાર્ડ નજીક આવેલું છે ત્યાં રીક્ષા ચાલકને પણ આ કાર ચાલકે અડફેટે લીધા છે ત્યાં પણ બે લોકોને નાની-મોટી ઇજા થઇ છે.

આ બાબતની જાણકારી સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસને થતાં તાત્કાલિક ધોરણે બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે અને આ કાર કબજે કરી છે જોકે કારચાલક હાલમાં ફરાર બની જવા પામ્યો છે ત્યારે પ્રાથમિક તપાસમાં ઉમેશભાઈ મેણીયા નામના કાર ચાલક દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ત્યારે હાલમાં આ પ્રકારનું કૃત્ય કરી અને કારચાલક ફરાર બન્યો છે ત્યારે આગળની કાર્યવાહી પોલીસ તંત્રએ હાથ ધરી છે.

(1:02 pm IST)