Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

સુરેન્દ્રનગર નગરપાલિકાના ગ્રાઉન્ડ બાદ ખાળકુવામાંથી વિદેશી દારૂની ખાલી બોટલનો જથ્થો મળી આવ્યો

બે દિવસ પહેલા ડે. કલેકટરે નગરપાલિકાની મુલાકાત લઇ તમામ વિદેશી દારૂની ખાલી બોટલોનો નાશ કરવા સૂચના આપી હતી

(ફારૂક ચૌહાણ દ્વારા) સુરેન્દ્રનગર, તા. ૪ : સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટ મારામારી અને ખાસ કરી વિદેશી દારૂ તથા દેશી દારૂ પી અને દંગલ કરતાં શહેરી વિસ્તારમાં લોકો નજરે પડતા હોય છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર દુધરેજ  સંયુકત નગરપાલિકા ના કમ્પાઉન્ડ ના પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો નો ખાલી જથ્થો મળી આવ્યો હતો જેને લઇને ચકચાર મચી જવા પામ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા આ બાબતે ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો અને સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુકત નગરપાલિકા માં જે અધિકારીઓ બેસી રહ્યા છે તેની પાછળના ભાગેથી જ વિદેશી દારૂની ખાલી બોટલો નો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો ત્યારે આ મામલે સમગ્ર ઘટના બહાર આવતા નગરપાલિકાના સ્ટાફમાં પણ આ બાબતે ફફડાટ વ્યાપી ગયો હતો.

રાત્રી દરમિયાન સુરેન્દ્રનગરની નગરપાલિકા ના પાછળના ભાગે દારૂની મહેફિલ થતી હોવાની ચર્ચાએ જોર પકડયું છે તેવા સંજોગોમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની ખાલી બોટલો નો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર સાગરભાઈ તેમ જ નગરપાલિકા અન્ય કર્મચારીઓ અને અધિકારીઓને આ મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

અને સાફ સફાઈ માટે સૂચના આપવામાં આવી હતી કેવા સંજોગોમાં સુરેન્દ્રનગર નગરપાલિકા ના ગ્રાઉન્ડમાં જ આવેલા ખાળ કુવા માંથી પણ વિદેશી દારૂનો ખાલી બોટલોનો જથ્થો મળી આવ્યો છે ત્યારે બે ખાળકુવા આવેલા છે તેમાંથી વિદેશી દારૂની ખાલી બોટલ નો જથ્થો મળી આવતાં ચકચાર મચી જવા પામ્યો છે અને ડેપ્યુટી કલેકટરની સુચના બાદ પણ કોઈ જાતની નગરપાલિકામાં ખાલી બોટલો દારૂની ઉપાડવાની કામગીરી વ્યવસ્થિત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ત્યારે વધુ બે ખાળકુવા માંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા પાલિકામાં રાત્રી દરમિયાન કોણ દારૂની મહેફિલ જમાવી રહ્યા છે તે એક મોટો સવાલ ઉભો થયો છે અને આટલી ખાલી વિદેશી બોટલોનો જથ્થો આવ્યો ક્યાંથી તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે.

(1:00 pm IST)