Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પોરબંદર : ધો.૧૦ અને ૧ર નો અભ્યાસક્રમ ઘટાડવા એનએસયુઆઇ દ્વારા રજુઆત

પોરબંદર તા. ૪ :  માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.૧૦ અને ૧રમાં અભ્યાસ ક્રમ ઘટાડવા એનએસયુઆઇના આગેવાનો-કાર્યકરોએ શિક્ષણ મંત્રીને આવેદન મોકલીને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવેલ કે કોરોનાકાળ બાદ શિક્ષણ કાર્ય ઘણું મોડુ શરૂ થયું હતું. જેને કારણે હજુ ઘણા કોર્ષો બાકી રહી ગયા છે. અભ્યાસક્રમને લઇને હાલ ઘણા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પોતાના બાળકોના ભવિષ્યને ચિંતામાં મુકાઇ ગયા છે.

હાલ ગુજરાત બોર્ડની પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા પરીક્ષામાં ૧૦૦% અભ્યાસક્રમ રહેશે. વર્ષના અંતે એક વખત સળંગ પરીક્ષા લેવામાં આવશે જયારે સીબસીએસસી બોર્ડ દ્વારા ૭૦% અભ્યાસક્રમ કરી આપવામાં આવ્યો છે. પરીક્ષા સેમેસ્ટ પધ્ધતિથી બે ટુકડે પરીક્ષા લેવાશે. અધરા પેપરો વચ્ચે પ દિવસનો ગેપ આપવામાં આવ્યો છે. એડમીશન ગુજરાત અનેસેન્ટ્રલ બોર્ડના કોમન છે. તેથી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ભારે અન્યાય થાય છે.તેમ રજુઆતમાં જણમાવેલ છે.

શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપતી વખતે જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ કિશન રાઠોડ, ઉમેશરાજ બારૈયા, જયદિપ સોલંકી, રોહીત સીસોદીયા, સુરજ બારોટ, રાજ ઓડેદરા, અર્જુન નકુમ, ચિરાગ ચાંચિયા, રાજ પોપટ, યશ ઓઝા, ઉદય ગોહેલ, દિપેશ થાનકી વગેરે હાજર રહ્યા હતા.

(12:59 pm IST)