Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પોરબંદરઃ બાળાનું અપહરણ કરી જનાર યુવાન ઝડપાયો

પોરબંદર તા. ૪ : પેરોલ ફર્લો સ્કોવર્ડે બાળાનું અપહરણ કરી જનાર મધ્ય પ્રદેશના કેરમસિંહ મુકામસિંહને અડવાણા પાસેથી પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા ગુમ/અપહરણ થયેલ બાળકોને શોધવા તેમજ પોરબંદર જીલ્લા વિસ્તારમાં અપહરણ થયેલ સગીરાઓને શોધી કાઢવા માટે અને આવા ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે અટક કરવા સુચના હોય જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડના ઇનચાર્જ પીએસઆઇ એન.એમ.ગઢવીનાઓ પોલીસ સ્ટાફ સાથે બગદર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના કોન્સ્ટેબલ વજશીભાઇ માલદેભાઇ તથા કોન્સ્ટેબલ પીયુષભાઇ રણમલભાઇનાઓને સંયુકત મળેલ હકિકત આધારે, કુતિયાણા પો.સ્ટે.ે ગુ.ર.ના આઇ.પી.સી.કલમ ૩૬૩, ૩૬૬ મુજબના કામના આરોપી કેરમસિંહ મુકામસિંહ વસુનીયા (ઉ.રપ) રહે.ફાટા ગામ, તા. જી. અલીરાજપુર મધ્યપ્રદેશ અને અપહરણનો ભોગ બનનાર બાળાનાઓને અડવાણા-બગવદર રોડ ઉપરથી પકડી પાડી, અને મજકુર આરોપીને પુછપરછ કરતા દોઢેક મહિના પહેલા ભોગ બનનારને ભગાડી ગયેલ હોવાની કબુલાત આપતો હોય જેથી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી કુતિયાણા પો.સ્ટે.ને સોંપી આપેલ છે.

આ કામગીરીમાં પોરબંદર પેરોલ ફર્લો સ્કોડના ઇનચાર્જ પીએસઆઇ એન. એમ. ગઢવી તથાપો. હે.કો. આર.વી.લખધીર કોન્ટસ પ્રકાશભાઇ ગોરધનભાઇ, પીયુષભાઇ રણમલભાઇ, વજશીભાઇ માલદેભાઇ, રોહિતભાઇ સોનુસિંહ વિગેરે રોકાયેલ હતા.

(12:59 pm IST)