Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

જગદીશભાઈ ઠાકોર અને સુખરામ રાઠવાને અભિનંદન આપતા મુસ્લિમ ધારાસભ્ય

 સાવરકુંડલા : ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ ના પ્રમુખ  અમિતભાઇ ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી એ આપેલા રાજીનામાંથી  ખાલ્લી જગ્યા એ નિમણુક આપવામાં લાંબા સમય થી વિલંબમાં પડેલા મહત્વ ના પ્રશ્નનો ઉકેલ તાત્કાલિક આવે તે સંદભે અમદાવાદ દરિયા પુરના ધારાસભ્ય ગ્યાસુદિનભાઈ શેખે ટ્વીટ કરી ગુજરાત ના બને અતિ મહત્વ પદો ઉપર યુધ્ધ ધોરણે નિમણુક કરવા રજુઆત કરવા માં આવેલ તે શેખની રજુઆત અસર કારક સાબિત થતા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ના જવાબદારો એ ચર્ચા નો અંત લાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પદે સુખરામ રાઠવાની વરણી કરવામાં આવેલ છે. ગુજરાતના અતિ મહત્વના અને જવાબદારી વાળા હોદા ઓ ઉપર નિયુકિત પામેલા જગદીશભાઈ ઠાકોર અને સુખરામ રાઠવાને ધારાસભ્ય ગ્યાસુદિનભાઈ શેખ અમદાવાદના ખાડિયા વિસ્તાર ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા, વાંકાનેરના ધારાસભ્ય જાવેદપીરજાદા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન વજીરખાન પઠાણ વિગેરે એ ફુલહાર કરી શુભેચ્છા ઓ પાઠવી હતી.

(12:57 pm IST)