Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

વિસાવદરમાં દોઢ વર્ષે 'જૂનાગઢ-દેલવાડા' ટ્રેન આવી પહોંચતા ભવ્ય સ્વાગત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૪ : વિસાવદર રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે તંત્ર દ્વારા અગાઉ જાહેર થયા મુજબ આજે સવારે 'જૂનાગઢ-દેલવાડા' મીટરગેજ સ્પેશિયલ ટ્રેન આવી પહોંચતા ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા, ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ દિલીપભાઇ કાનાબાર, વિશ્વ હિંદુ પરિષદનાં જે.પી.છતાણી, જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય જીતુભાઇ રિબડીયા, ટીમ ગબ્બરનાં નયનભાઇ જોશી (એડવોકેટ) સહિતનાં આગેવાનો-કાર્યકરો-નગરજનોએ ટ્રેનનુ ફુલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું અને સ્ટેશન માસ્તર, ગાર્ડ, રેલ્વે સ્ટાફનાં મોં મીઠા કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાકાળથી આ ટ્રેન છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી બંધ હતી. જેના સામે ચેમ્બર ઓફ કોમર્સનાં નેજા તળે છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું.જે આંદોલનનો ગઇકાલે જ સુખાંત આવેલ છે. કુલ ત્રણ ટ્રેનો પૈકી એક ટ્રેન આજે ચાલુ થઇ ગઇ છે બાકીની બે ટ્રેનો એક મહિનામાં ચાલુ કરવાની રેલ્વે સત્તાવાળાઓએ લેખીત ખાત્રી આપી છે.

(12:55 pm IST)