Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

જેતપુરના જીતેષ ડાભીની હત્યા કરનાર મહેશ ઉર્ફે બાલીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો

તસ્વીરમાં પકડાયેલ આરોપી (નીચે બેઠેલ) સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ નજરે પડે છે.

રાજકોટ તા. ૪ : જેતપુરમાં રૂપિયાની ઉઘરાણી પ્રશ્ને દેવીપૂજક યુવાનની હત્યા કરનાર આરોપીને રૂરલ ક્રાઇમ બ્રાંચે પારડી ગામેથી ઝડપી લીધો હતો.

જેતપુરના બળદેવધાર વિસ્તારમાંથી જીતેશ ઉર્ફે જીતુ લાખાભાઇ ડાભીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં મૃતક જીતેશને રૂપિયાની ઉઘરાણી પ્રશ્ને મહેશ ઉર્ફે બાલી ઉર્ફે ગની મનસુખભાઇ ડાભી રહે. ધરમપુર તા. રાણાવાવએ પતાવી દિધાનું ખુલતા મૃતકના ભાઇ મુકેશ ડાભીએ મહેશ સામે ફરીયાદ નોંધાવી હતી. વાળના ધંધામાં ખોટ જતા મૃતક જીતેશે આરોપીની બહેન પાસેથી ૫૦ હજાર રૂપિયા લઇ ચૂકવી દેતા આરોપી મહેશે આ રૂપિયાની ઉઘરાણી પ્રશ્ને જીતેશનું ઢિમઢાળી દિધું હતું.

દરમિયાન મર્ડરના ગુન્હામાં નાસતો ફરતો મહેશને ઝડપી લેવા જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રી મર્હષી રાવલે તાત્કાલીક શોધી પકડી પાડવા પો.ઇન્સ. એ.આર.ગોહિલ એલ.સી.બી.ને સુચના આપેલ હોય એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી આ ખુનના ગુન્હાના આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરી આરોપીની તપાસ કરતા એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ. એસ.જે.રાણા, પો. હેડ કોન્સ. શકિતસિંહ જાડેજા તથા પો.કોન્સ. કૌશિકભાઇ જોષીને મળેલ ચોક્કસ હકીકત આધારેથી આરોપી મહેશને શાપર વે. પોલીસ સ્ટેશન વિસ્તારના પારડી ગામ પાસેથી પકડી હસ્તગત કરી શાપર પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા  સોંપી આપેલ છે.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. મહેશભાઇ જાની, અમીતસિંહ જાડેજા, પો.કોન્સ. શકિતસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી, નિલેશભાઇ ડાંગર, પો.કોન્સ. રહીમભાઇ દલ, નૈમીષભાઇ મહેતા, કૌશિકભાઇ જોષી, પ્રકાશભાઇ પરમાર, દિવ્યેશભાઇ સુવા, ભાવેશભાઇ મકવાણા, મેહુલભાઇ સોનરાજ, ઘનશ્યામસિંહ જાડેજા, ડ્રા.પો. હેડ કોન્સ. નરેન્દ્રભાઇ દવે તથા ડ્રા. પો.કોન્સ. સાહીલભાઇ જોડાયા હતા.

(12:50 pm IST)