Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

સાળંગપુર હનુમાનજી દાદાને વાઘાનો શણગાર -હનુમાન ચાલીસાના પાઠ-અન્નકોટ દર્શન

આજે કારતક વદ અમાસ : જગવિખ્યાત મંદિરે અસંખ્ય હનુમાન ભકતો ઉમટ્યા

વાંકાનેર,તા.૪:  બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળંગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનુ પ્રતિક એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે આજરોજ કારતકવદ અમાસ અને સાથોસાથ આજે શનિવાર હોય દાદાને સુંદર કલાત્મક વાઘા સાથે શણગાર દર્શન કરવામાં આવેલ છે તેમજ આજે સવારે દાદાની ભવ્ય દિવ્ય શણગાર આરતી પરમ પૂજય કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ તથા સવારે મંગળા આરતી પૂજય પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી (ડી.કે.સ્વામીજી) દ્વારા થયેલ હતી આજે અમાસ અને શનિવારનો સંજોગ હોય દાદાના દરબારમાં ગઈકાલે રાત્રે જ દૂર દૂર થી ભાવિક ભકતજનો સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પહોંચી ગયેલ હતા અને સવારે મંગળા આરતી અસંખ્ય ભાવિકોએ આરતીના દર્શનનો લાભ લીધેલ હતો મંદિર પરિસર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા કી જય સાળંગપુરમાં કોણ છે કષ્ટભંજનદેવ હજરાહજુર છે. તથા સમૂહમા સૌ હરી ભકતોએ હનુમાન ચાલીસાનું ગાન સમૂહમાં કરેલ હતા આ ઉપરાંત જાતની મીઠાઈના છપ્પન ભોગ સાથે અન્નકોટ દર્શન યોજાયેલ હોવાનું જે યાદી સાળંગપુરધામના પૂ. શાસ્ત્રી સ્વામી હરીપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી, તથા પૂ સ્વામી શ્રી ડી.કે.સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.

(12:17 pm IST)