Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

જય શનિદેવઃ વાંકાનેરમાં વિશેષ પૂજન-અર્ચન

વાંકાનેરઃ મોરબી રોડ ઉપર ટોલનાકા પાસે આવેલ શ્રી શનિદેવ મંદિર ખાતે આજરોજ કારતક વદ અમાસને શનિવારની સાથોસાથ સંજોગ હોય આજે સવારે પૂજારી શ્રી બટુકભાઇ કણસાગરા તથા શ્રી કાંતિભાઇ વન (બાવાજી) દ્વારા શ્રી શનિદેવ ભગવાનનું વિશેષ પૂજન કરવામાં આવેલ અને સવારથી ભકતજનો શ્રી શનિદેવના દર્શનાર્થે આવી રહ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં શ્રી શનિદેવ તેમજ પૂજારી શ્રી બટુકભાઇ તથા ભાવિકો નજરે પડે છે.

(12:09 pm IST)