Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

આરબીટ્રેશનના કેસો ચલાવવાની જિલ્લા અદાલતને સતા છેઃ હાઈકોર્ટ

મોરબી જિલ્લાની જાણીતી પેઢી સામે મુંબઈની પેઢીની તકરારમાં સેજપાલ એસોસિએટેડ દ્વારા થયેલ દલીલ માન્યઃ અનેક કેસોના ગૂંચવડા દૂર કરતો દૂરોગામી ચુકાદો

રાજકોટ,તા.૪: આરબીટ્રેશન કેસમાં હકૂમત બાબતે કાયદા વિભાગમાં વિવિધ અર્થઘટનને કારણે સર્જાતા ગુંચવણા સામે મોરબી કોર્ટના ચુકાદા સામે નારાજ થયેલ અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાદ માગતા આ હકૂમત ડીસટ્રીકસ કોર્ટમાં હોવાનું હાઈકોર્ટ દ્વારા જાણીતા સેજપાલ એસોસિયેટ્સની દલીલ માન્ય રાખી ચુકાદો આપતા અનેક કેસોમાં કાયદાકિય ગુંચવણ દૂર થયાનું જણાવ્યું છે.

મોરબી જીલ્લામાં આવેલ કોટન ઈન્ડ્રસ્ટ્રીઝની એક પેઢી સામે મુંબઈની પેઢી દ્વારા લવાદના ચુકાદાની અમલવારી કરવા દરખાસ્ત ડીસ્ટ્રીકટ કોર્ટ મોરબીમાં દાખલ કરેલ. પરંતુ ડીસ્ટ્રીકટ કોર્ટ મોરબી દ્વારા તા.૦૮/૦૫/૨૦૧૯ના રોજ પરીપત્ર બહાર પાડી, ગુજરાત સરકારના કાયદા વિભાગના પરીપત્ર અનુસંધાનમાં દરેક જીલ્લામાં પ્રિન્સીપાલ સીનિયર સીવીલ કોર્ટની સ્થાપના કરવામાં આવેલ છે. તેમાં આ દરખાસ્ત તબદિલ કરવામાં આવેલ હતી. પરંતુ, મોરબીની પ્રિન્સીપાલ સીવિલ કોર્ટે કાયદાકિય તમામ જજમેન્ટો તથા જોગવાઈઓ ધ્યાનમાં લઈને એક વિસ્તૃત હુકમ કરેલ અને તે મુજબ આર્બીટ્રેશન એકટ એટલે કે લવાદને લગતી તમામ તકરારોનું નિવારણ ફકત ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા થઈ શકે તેવા તારણો પર આવીને મુંબઈની પેઢી દ્વારા દાખલ કરવામાં આવેલ દરખાસ્ત અરજદારને જે તે કોર્ટમાં દાખલ કરવા પરત કરી દેવામાં આવેલ હતી. જેનાથી નારાજ થઈ અરજદારે હાઈકોર્ટમાં તે હુકમ પડકારેલ હતો. પરંતુ, આ અપિલની સુનાવણી દરમ્યાન ફરીથી કાયદા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તા.૨૬/૧૦/૨૦૨૦ના રોજ ફરીથી એક પરીપત્ર બહાર પાડવામાં આવેલ અને તે મુજબ જે તે જીલ્લામાં સ્થાપિત કરવામાં આવેલ કોર્મશિયલ કોર્ટમાં રૂપિયા ત્રણ લાખથી વધુની રકમને લગતા કોર્મશિયલ કોર્ટ એકટની વ્યાખ્યામાં આવતી કોર્મશિયલ તકરારોનું નિવારણ કરવા હુકમત નકકી કરવામાં આવેલ. જેમાં આબીટ્રેશનને લગતથી પણ તમામ મેટરોની હકુમત પણ ડીસ્ટ્રીકટ કોર્ટને નકકી કરવામાં આવેલ છે. આ મુજબની સ્પષ્ટતા કરતા પરીપત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી ચાલતા ગુચવાડાનો ઉકેલ આવેલ છે. જેથી ગુજરાત હાઈકોર્ટે સામાવાળાના એડવોકેટ દ્વારા રજુ કરવામાં આવેલ કાયદા વિભાગના પરીપત્ર ઉપર આધાર રાખીને નીચેના હુકમો રદ કરી અરજદારને તેની દરખાસ્ત ડીસ્ટ્રીકટ કોર્ટમાં  દાખલ કરવા સુચન કરેલ છે.

અહીં ઉલ્લેખવુ જરૂરી છે કે કોમર્શિયલ કોર્ટ એકટ આવ્યાને હજુ થોડા વર્ષો થયા છે પરંતુ તેમાં વારંવાર ફેરફાર અને સુધારાઓ આવતા પક્ષકારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલ છે. હાલના રાષ્ટ્રપતિશ્રી દ્વારા સને ૨૦૧૮માં  એક વટહુકમ બહાર પાડી કાયદાના નામથી લઈ ઘણી જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવેલ હતો.  આ કાયદો વ્યાપારિક તકરારોનો જલ્દી નિકાલ લાવવા તેમજ અર્થતંત્રના સમર્થનમાં બનાવવામાં આવેલ છે. તેમાં અગાઉ તકરાર એક કરોડ કે તેથી વધુની હોવા બાબતે જોગવાઈ હતી. પરંતુ ત્યારબાદ કાયદામાં સુધારો લાવી આ તકરારોની રકમ રૂપિયા ત્રણ લાખ કરી દેવામાં આવેલ છે જેથી લગભગ તમામ વ્યાપારીક તકરારોનો નિકાલ ઝડપથી થઈ છે.

સામાવાળા તરફે હાઈકોર્ટમાં સેજપાલ એસોસીએટસ, એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(11:25 am IST)