Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કોડીનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરૂધ્ધની પ્રવૃત્તિઓ કરનાર ત્રણ ભાજપના કાર્યકર્તાઓ સસ્પેન્ડ

(અશોક પાઠક દ્વારા)  કોડીનાર તા.૩ :  કોડીનાર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માઢવડ ગામના ત્રણ કાર્યકર્તાઓ પક્ષ વિરૂદ્ઘની પ્રવૃત્ત્િ।ઓ કરતા ત્રણેય ને પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ અંગેની વિગત મુજબ હાલ કોડીનાર તાલુકામાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે તાલુકાના માઢવડ ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નાનજીભાઈ શામજીભાઈ આંજણી, લખમણભાઈ રામજીભાઈ આંજણી અને લાલજીભાઈ લખમણભાઈ ગોહિલ પક્ષ વિરૂદ્ઘની પ્રવૃત્ત્િ।ઓ કરતા હોય કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનભાઈ (ભગુભાઈ) પરમારે ત્રણેય કાર્યકર્તાઓને તાત્કાલિક પક્ષના તમામ હોદાઓ પરથી અને ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કરતા કોડીનારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે

(11:14 am IST)