Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોરબીના રંગપર ગ્રામ પંચાયત પાંચમી વખત સમરસ

મોરબીની રંગપર ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા સર્વાનુંમતે સરપંચ અને ઉપસરપંચની નિયુક્તિ

 મોરબી જિલ્લાની હાલ ચાલી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ દરમિયાન વધુને વધુ ગ્રામ પંચાયત સમરસ થાય તેવા અથાક પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે મોરબીની રંગપર ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે.જો કે રંગપર ગ્રામ પંચાયત વર્ષ ૧૯૮૦ થી પાંચમી વખત સમરસ જાહેર થઈ છે.
મોરબીની રંગપર ગ્રામ પંચાયત હાલમાં સમરસ જાહેર થતા સર્વાનુંમતે સરપંચ અને ઉપસરપંચની નિયુક્તિ કરવામાં આવી છે. પીપળી રોડ ઉપર આવેલ રંગપર ગ્રામ પંચાયત વર્ષ ૧૯૬૩ થી જ અસ્તિત્વમાં છે. જ્યારે વર્ષ ૧૯૮૦ થી રંગપર ગ્રામ પંચાયત ગામના આગેવાનોના પ્રયાસોથી સમરસ થવાનું શરૂ થયું હતું. જેમાં વર્ષ ૧૯૮૦ માં સમરસ થયા બાદ ૧૯૮૫ માં ચૂંટણીઓ થઈ હતી અને ફરી 1990, ૧૯૯૫ માં સમરસ અને ૨૦૦૧ માં ચૂંટણી થઈ હતી.જ્યારે ૨૦૦૫ અને ૨૦૧૦ માં પણ સમરસ થયા બાદ હાલ ૨૦૨૧ની સાલમાં પાંચમી વખત આ ગ્રામ પંચાયત સમરસ થઈ હોવાનું ગામના અગ્રણી મહેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

(11:05 am IST)