Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોરબીમાં મનોદિવ્યાંગ બાળકો સાથે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ.

મોરબી : તારીખ ૦૩ ડીસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી ખાતે દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી
મોરબીમાં વસવાટ કરતા દિવ્યાંગ બાળકો, તેના વાલીઓ સાથે સક્ષમ મોરબી ટીમ અને યુવા આર્મીના સભ્યો દ્વારા આજે શનાળા ખાતેની શિશુ મંદિર શાળામાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં દિવ્યાંગ બાળકોએ યજ્ઞ કરી ભારતમાતાનું પૂજન કર્યું હતું જે કાર્યક્રમમાં મેહુલભાઈ ગાંભવા, દિવ્યાંગ બાળકોના સેવાધારી સત્ય વિજય સરસ્વતીએ કાર્યક્રમનું સંચાલન કરી ઉપસ્થિત દિવ્યાંગજનોનું સન્માન કરી મીઠાઈ વિતરણ કરી હતી

(11:24 am IST)