Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

લોધિકા પંથકમાં અનિયમિત દોડતી એસ.ટી. બસો

બસ સ્ટેશનોમાં સમયપત્રક મુજબ બસો ઉંપડતી નથીઃ મોટાભાગની બસો મોડીઃ વિદ્યાર્થીઓ સહિત મુસાફરો પરેશાન

(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા. ૪ : છેલ્લા ઘણા સમયથી રાજકોટ તથા ગોંડલ એસ.ટી. ડેપો દ્વારા હળાહળ અન્યાય કરી અનેક રૂટોના સમયમાં આડેધડ ફેરફારો કરવામાં આવ્યા છે, તો અનેક રૂટો બંધ કરી દેવામાં આવેલ છે. તાલુકા મથકનું ગામ હોવા છતાં આજે એક પણ એસ.ટી. લોધીકા નાઈટમાં રહેતી નથી. લાંબા રૂટની બસો દોડતી નથી. જેવા અનેક પ્ર‘ોને લઈ મુસાફર જનતા હેરાન પરેશાન થઈ રહેલ છે.
રાજકોટ ડેપોની ચાંદલી-રાજકોટ વાયા લોધીકા, ખાંભા, માખાવડ બસના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે. જેને જૂના સમય પ્રમાણે ચલાવવી. રાજકોટ-લોધીકા વાયા મેટોડા રાજકોટથી સવારે ૯ કલાકે ઉંપડતી બસને બંધ કરી દેવામાં આવેલ છે.
રાજકોટ-ચાંદલી વાયા ખાંભા-વીરવા રાજકોટથી સવારે ૯.૩૦ કલાકે ઉંપડતી બસ ખૂબ જ મોડી ઉંપડે છે.
રાજકોટ-ચાંદલી વાયા રીબડા-શાપર રાજકોટથી બપોરે ૧૨.૧૦ કલાકે ઉંપડતી બસ દરરોજ એક કલાક મોડી ઉંપડતા વિદ્યાર્થીઓ, વેપારી હેરાનગતિ ભોગવે છે. અનેક રજૂઆત કરવા છતા તંત્રમાં કોઈ અસર નહી થતા મુસાફરોમાં રોષની લાગણી વ્યાપી છે.
રાજકોટ-ખરેડી વાયા પાળ-રાવકી આ બસ રાજકોટથી બપોરે ૨.૦૦ કલાકે ઉંપડતી બસને બંધ કરી દેવામાં આવેલ છે.
રાજકોટ ડેપોની રાજકોટ-ચાંદલી વાયા રીબડા બસનો સમય મોડો કરી દેવાતા આ બસમાં નિયમિત અપડાઉંન કરતા કર્મચારી વર્ગમાં રોેષની લાગણી વ્યાપી છે. રાજકોટ-હડમડીયા વાયા ચીભડા-લોધીકા-મેગણી બસને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ, વેપારીઓ કે જેમાં નિયમિત અપડાઉંન કરે છે તેમાં રોષ જોવા મળી રહેલ છે.
રાજકોટ-ખરેડી વાયા રીબડા-શાપર-લોધીકા રાજકોટથી સાંજે ૭.૧૦ વાગ્યે ઉંપડતી બસને બંધ કરી દેવાતા શાપરની મજુર વર્ગને અસર પહોંચી છે.
ગોંડલ ડેપોની ગોંડલ-ઈટાળા બસ રૂટ અઠવાડીયામાં ચાર-પાંચ વખત બંધ કરી દેવામાં આવતા આ પંથકના મુસાફરોને વહેલી સવારે ગોંડલ જતી એક માત્ર બસ ન મળતા મુસાફરો હેરાન-પરેશાન થઈ રહેલ છે.
સરકાર દ્વારા મુસાફરોને નિયમિત અને વ્યવસ્થિત રીતે એસ.ટી.નો લાભ મળે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે અધિકારીઓના આડેધડ નિર્ણયોને પરિણામે એસ.ટી. ખોટના ખાડામાં ધકેલાય છે અને મુસાફરો હેરાન થઈ રહ્યા છે તેવુ મુસાફરો જણાવી રહ્યા છે. ૩૮ ગામનો લોધીકા તાલુકો છે પરંતુ એસ.ટી.ની સુવિધા પુરતી મળતી નથી. લોધીકા તાલુકા મથકનું ગામ હોય અહીં સરકારી કામઅર્થે અનેક લોકો આવ-જા કરતા હોય છે, પરંતુ એસ.ટી.ની અનિયમિતતાથી મુસાફરોને સમયસર અને નિયમિત બસ મળતી નથી. આ પ્ર‘ોને ધ્યાને લઈ તુરત ઘટતુ કરવામાં આવે તેવી રજૂઆત એસટી ડિવીઝન નિયામકને સામાજીક કાર્યકર ગૌરવ હંસોરા, જીતેન્દ્રસિંહ જાડેજા, વિનુભાઈ ઘેટીયા, ચંદ્રસિંહ જાડેજા સહિત મુસાફર જનતાની માંગણી છે.

 

(10:08 am IST)