Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

મેઘપર જોગવડ ગામે ગરમ દૂધ પડતા દાઝી જતા બાળકનું મોતઃ દૂધ દેવા જતા રસ્તામાં પડી જતા સીંગચ ગામે વૃધ્ધાનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: મેઘપર જોગવડ ગામે રહેતા ધંનજય પ્રસાદ મુનીલાલ, ઉ.વ.૪૦, એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, વિરકુમાર બ્રિજેશ ખરવાલ, ઉ.વ.૩૦ માસની માતા ઘરમાં ગેસ ઉપર ગરમ દુધ કોઈપણ કારણોસર તેમના દિકરાની ઉપર પડતા દાઝી જતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

લાલપુર તાલુકાના સીંગચ ગામે રહેતા દેવરાભાઈ રાજાભાઈ પરમાર, ઉ.વ.પ૮, એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ગાંગાભાઈ રાજાભાઈ પરમાર, ઉ.વ.પપ, પોતાના ઘરેથી રાયશીભાઈની હોટલે દુધ દેવા જતા રસ્તામાં કોઈપણ કારણોસર પડી જતા સારવારમાં જી.જી.હોસ્પિટલ ખાતે લાવતા મૃત્યુ પામેલ છે.

અજાણ્યા પુરૂષનું મોત

અહીં નવાગામ ઘેડમાં રહેતા વિક્રમસિંહ ભીખુભા ઝાલા, ઉ.વ.૬પ, એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, એક અજાણ્યો પુરૂષ જામનગર જી.જી.હોસ્પિટલના એચ.ડી.યુ.–૦પ ના રૂમમાં મૃત્યુ પામેલ છે.

માનસીક બિમારીથી કંટાળી યુવતીએ આયખું ટુંકાવ્યું

અહીં હર્ષદમીલની ચાલી શેરી નં.૧ માં રહેતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ગોહીલ, ઉ.વ.ર૬, એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, નિતાબા મહેન્દ્રસિંહ ગોહીલ, ઉ.વ.૧૮, રે. હર્ષદમીલની ચાલી શેરી નં.–૧, જામનગરવાળા જન્મથી માનસીક બિમારી હોય જેથી કંટાળી જે પોતાના ઘરે રૂમમા આવેલ છતના પંખામા દોરી બાંધી પોતાના ઘરેથી ગળાફાંસો ખાઈ જતા મૃત્યુ પામેલ છે.

દારૂ સાથે ત્રણ ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. દર્શીતભાઈ જગદીશભાઈ સીસોદીયાએ ફરીયાદ નોંધાવી છે કે, સત્યમ કોલોની, એમ્યુઝમેન્ટ પાર્ક રોડ, હરી ઓમભભ નમકીન દુકાન પાછળ આરોપી કિશનભાઈ રામસિંગભાઈ કુશવાહા, બોટલ નંગ–ર૯, કિંમત રૂ.૧૪,પ૦૦/– નો રાખી ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી બીપીન કારાભાઈ મુછડીયા ફરાર થઈ ગયેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોંધાવી છે કે, શંકર ટેકરી, પાણીના ટાંકા પાસે, જાહેર રોડ પર અફઝલ સિંકદર બ્લોચ, દારૂની શીલબંધ બોટલ નંગ–૩, કિંમત રૂ.૧પ૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. નટવરભાઈ લાલજીભાઈ કાગડીયા, એ ફરીયાદ નોંધાવી છે કે, બેડેશ્વર રેલ્વે નવા ઓવર બ્રીજ પાસે, જાહેરમાં અરજનભાઈ પાલાભાઈ ચાવડા, રે. દાત્રાણા, તા.ખંભાળીયા, દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

છરી વડે હુમલો કર્યાની રાવ

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અહેમદભાઈ અકબરભાઈ છરેચા એ ફરીયાદ નોંધાવી છે કે, બેડેશ્વર, પેટ્રોલ પંપ આગળ, નાલા પાસે, જામનગરમાં આરોપી રાહીલ ઉર્ફે ગટુ હુશેનભાઈ રે. જામનગરવાળો ફરીયાદી અહેમદભાઈ ને ગાળો કાઢી ઝપાઝપી કરી છરી વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

(1:06 pm IST)
  • શેરબજારમાં તેજીનું તોફાનઃ સેન્સેકસ સૌ પહેલીવાર ૪૫૦૦૦ ઉપરઃ શેરબજારમાં તેજીનુ તોફાનઃ રીઝર્વ બેન્કના ફેંસલાઓ બાદ નિફટી રેકોર્ડ સ્તરેઃ સેન્સેકસ પહેલીવાર ૪૫૦૦૦ ઉપરઃ ઈન્ટ્રા ડેમાં પહેલીવાર આ સપાટી દર્શાવીઃ છેલ્લે સેન્સેકસ ૩૦૨ પોઈન્ટ વધીને ૪૪૯૩૫, નિફટી ૧૩૨૨૫: તમામ સેકટર ગ્રીન ઝોનમાં: બેન્ક નિફટી ૩૦૦૦૦ નજીક access_time 10:47 am IST

  • મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસોનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકાર્પણ.: ટાટા મોટર્સ દ્વારા આ ઈલેક્ટ્રિક બસો બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર મુંબઈને આવી કુલ 340 બસ મળવાની છે... access_time 8:35 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 96 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 35,002 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 96,06,810 થઇ :એક્ટીવ કેસ 4,08,122 થયા : વધુ 40,966 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 56,68 રિકવર થયા :વધુ 473 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,700 થયો access_time 12:02 am IST