Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

નવાગામના માછરડા ગામની ગૌચરની વીડીમાં આગ

કાલાવડઃ તાલુકાના માછરડા ગામે ગૌચરની વીડીમાં બપોરના સમયે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ગામના યુવાનો તેમજ કાલાવડ ફાયર બ્રીગેડ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. અને મહા મહેનતે આગ પર કાબુમાં મેળવ્યો. આગ લાગવાને કારણે તેમાં ચકલી સહિતના નાના પક્ષીઓ તેમજ જીવજંતુઓ હોમાય ગયા હતા. આ માછરડાની વિડીમાં અવાર-નવાર આવી આગની ઘટના બનતી હોય છે. જેની ઉચ્ચસ્તરી રજુઆત માછરડા ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર રજૂઆત છતા કોઇ પણ પ્રકારના ગંભીર પગલા લેવામાં આવતા નથી તેવું ચર્ચાય રહ્યું છે.(તસ્વીર, અહેવાલઃ હર્ષલ ખંધેડિયા. નવાગામ)

(11:25 am IST)