Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ભાવનગરમાં લોડીંગ રીક્ષામાંથી કાપડના રોલની ચોરી કરનારા ત્રણ ઝડપાયા

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૪ : ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.એચ.યાદવની સૂચનાથી ભરતનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાપડના રોલની ચોરીની ફરીયાદ દાખલ થતાં તે ચોરીની તપાસમાં પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન મહત્વની કડી પોલીસને પ્રાપ્ત થતાં તે તરફ તપાસ આરંભતા ચોરી કરેલ મુદ્દામાલ સાથે આરોપી રવિભાઇ શૈલેષભાઇ જાદવ ઉ.વ.૨૯ રહે. ભરતનગર યોગેશ્વરનગર પ્લોટ નં. ૮૫૫૩ હાલ રહે હિલપાર્ક લક્ષ્મીનગર ભાવનગર તથા યાસીનભાઇ બસીરભાઇ મુસાણી ઉ.વ. ૩૩ રહે. જોગીવાડની ટાંકી રૂવાપરી રોડ કુરેશી મોટર ગેરેજ પાસે ભાવનગર તથા પરેશભાઇ ઉર્ફે પરીયો જગદીશભાઈ મુલચંદાણી રહે સરદારનગર સિન્ધુ નગર નંદબાબાની સામે મફતનગર ભોલુભાઇ પાનવાળાનાં મકાનમાં ભાવનગર વાળાઓને કાપડના રોલ નંગ ૧૦ તેની કિંમત રૂપિયા ૭૮,૪૯૮ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગણતરીની કલાકોમાં ચોરીનો ગુનો ડિટેકટ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરી ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ એચ યાદવ ની દેખરેખ નીચે ભરતનગર પોલીસ સ્ટેશનના ASI ડી.સી.ગોહીલ તથા ASI એચ.બી.સોઢાતર તથા પો.કો.ખેગારસિંહ ગોહિલ તથા પો.કો.ભીખુભાઇ બુકેરા તથા પો.કો.ઇરફાનભાઇ અગવાન તથા પો.કો.નરેશભાઇ વાજા તથા પો.કો.અશોકભાઇ મકવાણા તથા પો.કો.રાહુલભાઇ કંટારીયા તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો એ ચોરીનો ગુનો ડિટેકટ કરી પ્રસંશનીય કામગીરી કરવામાં સફળતા મેળવેલ છે.

(10:29 am IST)
  • મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસોનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકાર્પણ.: ટાટા મોટર્સ દ્વારા આ ઈલેક્ટ્રિક બસો બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર મુંબઈને આવી કુલ 340 બસ મળવાની છે... access_time 8:35 pm IST

  • દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારની સંખ્યા 90 લાખને પાર પહોંચી : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 29,331 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 95,64,565 થઇ :એક્ટીવ કેસ 4, 14,924 થયા : વધુ 35,536 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90,07,247 રિકવર થયા :વધુ 416 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,102 થયો access_time 12:21 am IST

  • કોરોના ગાંડોતૂર બનતા અમેરિકાના લોસ એન્જલીસમાં લોકડાઉનની જાહેરાત : લોકડાઉનનની જાહેરાતથી ગુજરાતનો હીરા ઉદ્યોગ ચિંતામાં : ક્રિસમસની ઘરાકી ઉપર પડી શકે છે મોટી અસર : સુરતમાં તૈયાર થયેલા હીરા અને જવેલરીની અમેરિકામાં સારી માંગ હોય છે : ક્રિસમિસના મોટા ભાગના ઓર્ડર સુરતથી રવાના થયા છે access_time 10:47 am IST