Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

જુનાગઢ જેલની ઝડતી પતરાની આડમાં છુપાવેલ બે મોબાઇલ કબ્જે

પ્રતિબંધિત વસ્તુ મળવામાં જેલ સ્ટાફની સંડોવણીની શંકાની ચર્ચા

જુનાગઢ તા.૪: અમદાવાદ અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીની ઝડપી સ્કવોર્ડ ગઇકાલે બપોરે ઓચિંતા જ જુનાગઢ જેલનું ચેકીંગ કર્યુ હતું.

આ કાર્યવાહી દરમ્યાન બેરેક નં.૧૬ પાસેના સળીયાવાળા દરવાજાના પાછળના ભાગે પતરાની આડમાં પ્લાસ્ટીકની છુપાવેલ છે મોબાઇલ મળી આવતા કબ્જે લેવાયા હતા.

આ મોબાઇલ અંગે કેદીઓને પુછતા તેઓએ કંઇપણ કહેલ નહી આથી ઝડતી સ્કવોડના દેવશીભાઇ રણમલભાઇએ જુનાગઢ જેલના અજાણ્યા કેદીઓ સામે ફરિયાદ નોંધાવતા એએસઆઇ આર.એમ.સોલંકીએ તપાસ હાથ ધરી છે.

(1:02 pm IST)