Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ઉંઝામાં શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં અખંડ જયોત સાથે શોભાયાત્રા

૫૧૦૦ બહેનો જવારા સાથે જોડાયાઃ ૧૧૦૦ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચારઃ મુખ્ય યજમાન મોરબીનાં ગોવિંદભાઇ વરમોરા (સનહાર્ટ ગ્રુપ) પરિવાર દ્વારા યજ્ઞશાળાનો પ્રારંભ

મોરબી તા.૪: શ્રી ઉમિયા માતાજી ઉઝા સંસ્થાન આયોજીત લક્ષચંડી મહાયજ્ઞના ઉપલક્ષે માં ઉમિયાની અખડ જયોતિ દિવ્યરથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ તકે નિજ મંદિરમાં હજારોની સંખ્યામાં ઉમટી પડયા હતા અને માં ઉમિયામથી વાતાવરણ બની ગયુ હતું.

માતાજીના લક્ષચંડી મહોત્સવને લઇને અખંડજયોતિ શોભાયાત્રાને સંસ્થાના ટ્રસ્ટીઓએ માતાજીના દિવ્યરથનુ પ્રસ્થાન સંસ્થાના પ્રમુખ મણીભાઇ પટેલ, મંત્રી દિલિપભાઇ પટેલ, મહોત્સવ કમિટીના પ્રમુખ બાબુભાઇ જે પટેલ (બી.જે.પી) પ્રોજેકટ ચેરમેન એમ.એમ.પટેલ, મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરા તેમજ ઉઝાના ધારાસભ્ય આશાબેન પટેલની ઉપસ્થિતિમાં દિવ્યરથનું પ્રસ્થાન કરાવ્યુ ત્યારે માઇભકતોના સતત જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતું.

તા.૧ ડીસેમ્બરથી ૧૭ ડીસેમ્બર સુધી ઉમિયાબાગમાં ઉમિયામાતાજીની અખંડ જયોતની જ્ઞાક્ષીમાં ૧૧૦૦ બ્રાહમણો દ્વારા સતત ૧૬ દિવસ સુધી ૭૦૦ શ્લોકના દુર્ગા સપ્ત સતિના ૧ લાખ પાઠના પારાયણનો આરંભ થઇ ચુકયો છે. ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થાનો અહીં આખરી ઓપ અપાઇ ચુકયો છે. માતાજીના નિજ મંદિરેથી રવિવારે સવારે સાત કલાકે માતાજીના જયહોષ સાથે ભવ્ય મહાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જેમાં ૫૧૦૦ જવેરા સાથે બહેનો અને ૧૧૦૦ બ્રાહ્મણો સાથે બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. યાત્રા માઢ થઇ વિસનગર ચોકડી ઉમિયાળાગ ખાતે પહોચી હતી. લાખચંડી પાકનો શુભારભ કરાયો હતો ધાર્મિક મહાયજ્ઞો પાછળનો શુભ હેતુ જળવાયેલો છે ત્યારે પર્યાવરણનું શુધ્ધીનો હેતુ આ મહાયજ્ઞમાં જળવાય તે માટે જવ,તલ,ખીર,તેમજ ઔષધિઓ તેમજ શુધ્ધ ઘીની આકૃતિઓ લક્ષચંડી મહાયજ્ઞમાં આપવામાં આવનાર છે.

શ્રી ઉમિયા માતાજીના મૂર્તિ સાથેના ચાંદીના રથમાં ડી.એન.ગોત દ્વારા માતાજીની અખંડ જયોતને સ્થાપિત કરવામાં આવેલ અને મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરા દ્વારા ઉમિયા માતાજીની મૂર્તિને રથમાં સ્થાપિત કરવામાં આવી હતી. તેમજ મુખ્ય ભૂદેવ, ગોવિંદભાઇ વરમોરા દ્વારા ૧૬ તા સુધી પાઠશાળા ખુલી મુકવામાં આવી હતી.

કરોડો રૂ.ના યજ્ઞખર્ચની પહોચી વળવાની ઉછામણીમાં ગોવિંદભાઇ વરમોરા (સનહાર્ટ) ગ્રુપ દ્વારા કરોડો રૂ.ની બોલી બાદ તેઓ આ યજ્ઞના મુખ્ય યજમાન બન્યા હતા. ગોવિંદભાઇ સનહાર્ટગ્રુપના ફાઉન્ડર, ઉમિયા માતાજી સંસ્થાન ઉઝાના કારોબારી સભ્ય, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના, પ્લેટીનમ દાતા,ટ્રસ્ટી શ્રી, સમસ્ત પાટીદાર સમાજ સુરતના ટ્રસ્ટી, સીદસર મંદિર, સરદાર ધામના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે.

(1:00 pm IST)