Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સુરેન્દ્રનગર સબજેલમાંથી ત્રણ મોબાઈલ, સીમકાર્ડ મળી આવ્યા

જેલમાં ફરીવાર મોબાઈલ પ્રકરણ ધૂણ્યું :અમદાવાદની જેલર સ્કવોડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી પ્રતિબંધીત વસ્તુઓ પકડી પાડી

વઢવાણ,તા.૪: અમદાવાદ જેલર વિભાગના સ્કોર્વડે સુરેન્દ્રનગર સબ જેલમાં સ્થાનિક જેલર સહિતની ટીમને સાથે રાખી સરપ્રાઈઝ ચેકીંગ હાથધરવમાં આવ્યું હતું. જેમાં બેરેક નં.૩ માં ચેકીંગ કરતાં શૌચાલય સામે આવેલ જુના બંધ દરવાજાની નીચે પાણી જવા માટેના બખોરામાં ખાડો કરી પ્લાસ્ટીકમાં વિટોળી સંતાડેલ રાખેલ બે મોબાઈલ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતાં. આ ઉપરાંત બેરેક નં.૩માં ખાડાની બેરેકમાંથી પાણીના ટાંકામાં ફેંકી દીધેલી હાલતમાં સીમકાર્ડ બેટરી સાથે એક મોબાઈલ બીનવારસી હાલતમાં મળી આવ્યો હતો.ઙ્ગ

જે અંગે બેરેક નં.૩ના કાચા અને પાકા કેદીઓની પુછપરછ કરતાં કોઈ જ માહિતી આપી નહોતી જયારે બે મોબાઈલો ચાલુ હાલતમાં જયારે અન્ય એક મોબાઈલ બંધ હાલતમાં સીમકાર્ડ સાથે મળી આવ્યાં હતાં આમ બેરેક નં.૩માંથી કુલ ૩ મોબાઈલ બીનવારસી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર સબ જેલમાં અગાઉ પણ મોબાઈલ સહિતની તમામ સુવિધાઓ કેદીઓને રૂપિયા લઈ પુરી પાડવામાં આવતી હોવાના કેદીઓ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યાં હતાં અને સબ જેલ ચર્ચામાં આવી હતી. ત્યારે ફરી સબ જેલમાં ચેકીંગ દરમ્યાન ત્રણ મોબાઈલ, સીમકાર્ડ જેવી પ્રતિબંધીત વસ્તુઓ મળી આવતાં સ્થાનિક વિભાગ સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.

(12:55 pm IST)