Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ચોટીલા પંથકમાં સિંહને રેડીયો કોલર લગાવાયું

વનવિભાગની ટીમ હવે વનરાજાનું લાઇવ લોકેશન નિહાળી શકશેઃ જે તે વિસ્તારમાં લોકોને ચેતવણી આપી શકાશે

વઢવાણ,તા.૪: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં અને ઠાગા વિસ્તારમાં સિંહ નું આગમન થયું છે.સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ગીર-સોમનાથ અને ભાવનગરના દ્યણા બધા તાલુકાઓમાં સિંહ વસવાટને કારણે ખેડૂતોને મોટો ફાયદો થયો છે .

તેમજ સિંહ વસવાટ વાળા વિસ્તારોમાં નીલગાય અને ભુંડની સંખ્યા પણ કાબુમાં રહેતી હોવાથી અભ્યારણ્ય બહાર ખેડૂતો સાથે વસવાટ કરતા સિંહોનું મુખ્ય ખોરાક નીલગાય અને ભૂંડ હોવાથી ખેડૂતોને પાક બચાવવા માટે રાત્રી ઉજાગરા કરવા પડતા નથી,અને તેમનો કીમતી સમય પણ બચી જાય છે, તેમજ ભારતની શાન ગણાતા એશિયાઈનું સિંહનું ચોટીલા વિસ્તારમાં આગમન સિંહનું થયું છે. સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, ત્યારે હાલ સિંહોનું લોકેસન રેશમિયા પંથકમાં ધામાં નાખ્યા છે.

ત્યારે અત્યાર સુધી માં સિંહ એ ૧૫ થી વધુ પશુઓના મારણ સુરેન્દ્રનગર જિલ્લા માં કર્યા છે.ત્યારે આમારણ બાદ જિલ્લાના ચોટીલા અને ઠાગા વિસ્તારમાં રહેતા માલધારીઓ બીક અને રાત્રી દરમિયાન ખેતી કરતા અને ઠાગા વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં સિંહ નો ભય ફેલાયો હતો.ત્યારે રાત્રી દરમિયાન સિંહ અમારા દ્યરમાં દ્યુસી મારી નાખશે તો એકી અનેક બીકો આ વિસ્તારના લોકો માં ફેલાઈ હતી.

ત્યારે હાલ સિંહ રેશમિયા ગામની સિમમાં છે.અને આ સાવજે આ પંથક માજ ૧૦ થી વધુ પશુઓના મરણ કર્યા છે .ત્યારે હાલ તો આ સિંહો પાછળ અત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ત્રણ વન વિભાગની ટિમો ખડે પગે છે.ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લાના રેશમિયા પાસે રાત્રી દરમિયાન ભર પેટ ભોજન લઈ સિંહ સુતા હતા.ત્યારે માદા સિંહને ગઈકાલે જૂનાગઢ ફોરેસ્ટ ની ટીમે બેહોશ કરી રેડિયો કોલર લાગવ્યુ હતું. ત્યારે આ રેડીઓ કોલરના માધ્યમના કારણે માદા સિંહ સાથે બે બચ્ચાંના પણ લોકેસન જાણી શકાશે.ત્યારે જૂનાગઢ ફોરેસ્ટની ટીમે રાત્રી દરમિયાન સિંહને રેડીઓ કોલર લગાવી અને લાઈવ લોકેસન જાણવા માટે પ્રયાસ હાથ ધર્યો છે.ત્યારે આ વિસ્તારના લોકોને સિંહના લોકેશન વિસે માહિતી મળે અને વન વિભાગની વિવિધ ટિમોને પણ સિંહ કયા શેત્ર માં છે અને કઈ સિમમાં ધામાં નાખ્યા છે તે રેડીઓ કોલરની મદદથી સરળતાથી જાણી શકશે. ત્યારે રેડીઓ કોલર સિંહને લાગવાયા બાદ આ વિસ્તારના લોકો માં પણ આનદ ફેલાયો હતો.કારણ કે હવે તેમની જિંદગી સિંહથી સલામત થશે અને તેમની બીક પણ દૂર થશે લોકેસનના કારણે સિંહ વિડ અને ઠાગા વિસ્તારમાં કયાં લટાર મારી રહ્યો છે તે જાણકારી થી જે તે વિસ્તારના લોકો પણ સતર્ક થશે.

(12:55 pm IST)