Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

SGVP ગુરુકુલ રીબડામાં પ્રાર્થના મંદિર ઉદઘાટન પૂર્વે 12 કલાકની અખંડ ધૂન

રાજકોટ તા. 4 SGVP ગુરુકુલ રીબડા ખાતે તા. 5-12-2019 થી શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મૂર્તિપ્રતિષ્ઠા પૂર્વે તારીખ 4-12 બુધવારે 12 કલાકની અખંડ ધૂન યોજવામાં આવી છે.

ધૂનની શરુઆત પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી એ દીપ પ્રાગટ્ય કરાવી હતી.

આ અખંડ ધૂનમાં રાજકોટ તેમજ ગુંદાસરા, ઢોલરા, પારડી, સડક પીપળીયા, ભુણાવા, રાવકી, રીબ, માખાવડ, મુંગા વાવડી, કાંગશિયાળી, ચાંદલી વગેરે ગામોના ભાઇઓ અને બહેનો જોડાયા છે.

(12:46 pm IST)