Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

મોરબીની અવની ચોકડીએ પીવાના પાણીની લાઇનનું લીકેજ સાંધવા તંત્ર મોડું જાગ્યું: બેફામ પાણી બગાડ

અવની ચોકડીએ આખો દિવસ પાણીનો વેડફાટઃ ઉમિયા સર્કલ પાસે જ પણ આવી જ સ્થિતિ

મોરબી,તા.૪: શહેરમાં ઉભરાતી ગટરની સમસ્યા અનેક વિસ્તારમાં જોવા મળે છે આટલું ઓછુ હોય તેમ પાણીની પણ તંત્રને કોઈ કીમત ના હોય તેમ પાણીની લાઈન લીકેજથી પાણીના વેડફાટ જોવા મળે છે જેમાં અવની ચોકડીએ આખો દિવસ પાણી વેડફાયા બાદ હવે તંત્ર જાગ્યું છે

મોરબીની અવની ચોકડીએ પાણીની લાઈન લીકેજથી પાણી વેડફાયું હતું અને સોમવારે આખો દિવસ પાણીનો વેડફાટ થયો હતો બાદમાં મંગળવારે તંત્રને શરમ આવતા આખરે રીપેરીંગ માટે પહોંચ્યું હતું તો ઉમિયા સર્કલ પાસે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં પાણી વેડફાઈ રહ્યું હોય તેવા ફોટો પણ સોશ્યલ મીડિયામાં ફરતા થયા હતા અને ઉમિયા સર્કલ તેમજ અવની ચોકડી વિસ્તારમાં પાણીના વેડફાટ ઉપરાંત ઉભરાતી ગટરની સમસ્યા તો સામાન્ય જ બની રહી છે છતાં તંત્રને કેમ શરમ આવતી નથી તેવી ચર્ચા પણ લોકમુખે જોવા મળી રહી છે.

(12:03 pm IST)