Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

વિશ્વ દિવ્યાંગ દિને મોરબી કલેકટર હસ્તે દિવ્યાંગોને સહાય ચેક અર્પણ

મોરબી, તા. ૪:વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૩ ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ દ્વારા દિવ્યાંગોને લગ્ન સહાય યોજના હેઠળ ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના કાર્ડનુ પણ આ તકે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉજવણી અંતર્ગત સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે યુ.ડી.આઈ.ડી. કાર્ડ રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન તેમજ બી.આર.સી.ભવન મોરબી ખાતે આર.ટી.ઓ. દ્વારા દિવ્યાંગોને ડ્રાઈવીંગ લાઈસન્સ અંગે માહિતી આપવામાં આવી હતી. હળવદ તાલુકાના સાપકડા ખાતે દિવ્યાંગોને વિવિધ રમતો રમાડવામાં આવી તેમજ વિવિધ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

તમામ કાર્યક્રમોનું સફળ આયોજન  જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અનીલાબેન પીપલીયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અધિક્ષકશ્રી સિવિલ હોસ્પિટલ, આર.ટી.ઓ. અધિકારી, બી.આર.સી. કો-ઓર્ડીનેટર તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી ટીમ સહભાગી થયા હતા.

(12:01 pm IST)