Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

હળવદના માનગઢ ગામે ૩૦૦ વિદ્યા હિજરતી જમીન પચાવી પાડવા સામે ખેડૂતો દ્વારા ધરણાં

 વઢવાણ, તા.૪: હળવદના માનગઢ ગામે હિજરતી જમીનનાં નામે ઓળખાતી જમીનના કબજો ભોગવટો ધરાવતા ખેડૂતોએ આ જમીન ૧૧ આસામીઓએ ખોટા દસ્તાવેજ બનાવી તેમના નામે કરી લીધી હોવાનો આક્ષેપ કરી આ બાબતે મામલતદાર અને પોલીસને અરજી કરવા છતાં યોગ્ય નહી થતા હળવદ મામલતદાર કચેરી સામે ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

માનગઢ ગામે હિજરતી જમીનના ખેડૂત કબજેદારો બહાદુર સિંહ તખુભા ઝાલા, ઓધવજીભાઈ સીણોજીયા, જયંતિભાઈઙ્ગ હુલાણી, પ્રમોદભાઈ જોષી, ભાણજીભાઈ ભુદરભાઈ, રતીલાલ કેશવજી, મહાદભાઈ ભવાનભાઈ તથા ધીરજભાઈ ભુદરભાઈ સહિતના ખેડૂતોએ  રજૂઆત કરી હતી કે માનગઢ ગામે આશરે ૩૦૦ વિદ્યા જમીન અહેમદ વીરા દ્યાંચી તથા આદમ કાળા દ્યાંચીના નામે હિજરતી પ્રકારની છે.ઙ્ગ

આ જમીનના મુળ ખાતેદારો ભારત- પાકિસ્તાનના યુધ્ધ વખતે હિજરત કરી પાકિસ્તાન ચાલ્યા ગયાં હતાં. હાલમાં તેઓના કોઈ વારસદારો ભારતમાં આવેલ નથી. આ જમીન પર તેઓ ૫૦ વર્ષથી કબજો ભોગવટો ધરાવે છે.ઙ્ગ જમીનમાં ખેતી કરે છે. પરંતુ પ્રમોલગેશનવખતે આ જમીન તેમના ખાતે થઈ નથી. જમીનની વિદ્યોટી પણ તેમના નામે ચાલે છે. પાણીપત્રક પણ તેમનાં નામે ચાલે છે.

પરંતુ આ જમીનના કાગળો જેવા કે ૭/૧૨, ૮-અ વગેરે ઈ-ધરા મામલતદાર કચેરીએથી કઢાવતા જમીનના મુળ ખાતેદારોના બદલે નિશારભાઈ ઉમરભાઈ દ્યાંચી, અમુલોન ગોવિંદભાઈ ગઢવી, મજનુભાઈ ઉસ્માનભાઈ દ્યાંચી, પ્રયાગભાઈ રજનીભાઈ પટેલ, ઝરીનાબેન હાજીભાઈ દ્યાંચી, હિનાબેન રજનીભાઈ સંદ્યાણી, ત્રિકમભાઈ ભવાનભાઈ પનારા, અહમદ વીરા, ભાજપના પુર્વ મંત્રીના પુત્ર અમૃતભાઈ જયંતિલાલ પટેલ કવાડિયા, અસ્મીતાબેન યુવરાજસિંહ ગોહિલ તથા શરીફાબેન અલીભાઈ દ્યાંચી વગેરેના નામે અલગ અલગ જમીન ચડી હતી.ઙ્ગ

આમ જમીનના મૂળ માલિકના ખોટા વારસદારો રજૂ કરી ખોટી વારસાઈ નોંધ કરાવી ખોટા વેચાણ દસ્તાવેજ કરી ખાતે ચડાવી છે. આમ જમીન ખોટી રીતે ટ્રાન્સફર કરી જમીન પચાવી પાડવા માટે રાજકીય રીતે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી તપાસ માટે માંગ કરી છે.

(12:00 pm IST)