Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

કોલીથડના રામજીભાઇ મકવાણાનું પડધરીના અમરેલી ગામે મોત

ફેન્સીંગનું કામ કરવા આવ્યા ને બેભાન થયાઃ રાજકોટમાં મોત

રાજકોટ તા. ૪: ગોંડલના કોલીથડ ગામના રામજીભાઇ રાણાભાઇ મકવાણા (વણકર) (ઉ.વ.૬૦) પડધરીના અમરેલી ગામે જેઠાભાઇ ગોબરભાઇ વરૂની વાડીએ હતાં ત્યારે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રામજીભાઇ છ ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તે અને તેના ભાઇ સહિતના લોકો બે દિવસ પહેલા પડધરીના અમરેલી ગામે વાડી ફરતે તારની ફેન્સીંગ બાંધવાનું કામ કરવા આવ્યા હતાં. અહિ ગઇકાલે રામજીભાઇને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ ગયા હતાં અને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

(11:59 am IST)