Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો' બતાવાઇ

બાળ સંભાળ ગૃહોમાં રહેતા બાળકોને

અમરેલી,તા.૪:જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સમાજ સુરક્ષા અધિકારી તથા બાળ સુરક્ષા એકમ દ્વારા એંજલ સિનેમા અમરેલીના સૌજન્ય થી જે. જે. એકટ ૨૦૧૫ હેઠળ નોંધાયેલી તમામ બાળ સંભાળ સંસ્થાઓમાં નિવાસ કરતા બાળકોના મનોરંજન અર્થે શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'બતાવવામાં આવી હતી. આ તકે સરકારી ચિલ્ડ્રન હોમ અમરેલી, મહિલા વિકાસ મંડળ અમરેલી, યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા તથા ઓમ ભાડેશ્વર સેવા ટ્રસ્ટ મોટા જીંજુડા જેવી સંસ્થાઓના અંદાજે ૯૪ જેટલા બાળકો તથા કેરટેકર સ્ટાફ પણ જોડાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ૬૬માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે વિજેતા દ્યોષિત થયેલ ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો' કચ્છમાં શૂટ થયેલી છે જેનો વિષય મહિલા સશકિતકરણ છે. ફિલ્મની સાથે સાથે ફિલ્મમાં કામ કરનારી ૧૩ અભિનેત્રીને પણ જોઈન્ટ નેશનલ એવોર્ડ જાહેર થયા છે. હેલ્લારો એ એક પિરીયડ ડ્રામા જે ગુજરાતના લોક-નૃત્ય સ્વરૂપ, ગરબા પર આધારિત છે, આ વાર્તામાં અભિનેત્રીઓ સાથે મહિલાઓની આત્મ-અભિવ્યકિત પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

(11:58 am IST)