Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

માળીયા મિંયાણા રૂલિયા વિસ્તારમાં રેતી ચોરી પકડાઇઃ હિંટાચી અને હુડકા જપ્ત

મોરબી,તા.૪: માળીયા મિંયાણા રૂલીયા વિસ્તારની નદીમાં મામલતદારની ટુકડીએ દરોડો પાડી રેતી ચોરીનું કારસ્તાન પકડી પમડી વ્હટાયી મશીન અને હુડકા સહિતના સાધનો કબ્જે કર્યા હતા.

માળીયા મિંયાણાના રૂલીયા  મળતી વિગતો મુજબ માળિયાના રૂલીયા વિસ્તારમાં નદીમાંથી રેતી ખનીજનું રોયલ્ટી કે માઈન્સ વગર ખનન કરવામાં આવતું હોવાની ફરિયાદ માળિયાના મામલતદાર નીનામાને મળતા સ્થળ પર દરોડો પાડીને નદીમાંથી રેતી ચોરી કરવા માટે રાખેલ આશરે ૩૦૦ ફૂટ લાંબી પાઈપ, ૨૬ બેરલ, ૨ હિટાચી મશીન અને લાકડાનું હુડ્કું મળી આવતા અજાણ્યા શખ્સોએ મહેસુલ અધિનિયમ ૧૮૭૯ તથા ગુજરાત ગૌણ ખનીજ નિયમ ૧૯૫૬ અને મિનરલ્સ કન્સેશન રૂલ્સ ૧૯૬૦નો ભંગ કરેલ હોય જેથી માળિયા મામલતદારે તમામ મુદામાલ જપત કરી માળિયા પોલીસને સોપવામાં આવ્યો છે અને ખનીજ વિભાગ મોરબીને પણ માળિયા મામલતદાર દ્વારા જાણ કરવામાં આવી છે.

(11:58 am IST)