Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

કોટડાસાંગાણી રૂટની એસ.ટી બસમાં કંડકટરની વિરૂધ્ધ વિદ્યાર્થીઓની મુખ્યમંત્રીને ફરીયાદ

કોટડાસાંગાણી તા.૪ :  કોટડાસાંગાણી બેતાલીશ ગામનો તાલુકો છે પરંતુ અહીયા એસટીની સુવીધા નામે મીંડુ હોઈ તેમ લાગી રહ્યુ છે કોટડાસાંગાણી આવ જા કરતી અનેક એસટીઙ્ગ બસ સમયસર ન આવતી હોવાની વ્યાપક ફરીયાદો તાજેતરમાં જ ઉઠી હતી ત્યારબાદ એકાદ મહીનો રાબેતા મુજબ ચાલ્યા બાદ વધુ એક બસની ફરીયાદ ગાંધીનગર સુધી થતા એસ ટી તંત્રમા દોડધામ થઈ જવા પામી છે જેમા રાજકોટ ડેપોથી ૫ૅં૧૫ ઉપડતી રાજકોટ ગોંડલ વાયા કોટડાસાંગાણી રૂટની બસના કંડકટર દિલાભાઈની મનમાની અંગે વિદ્યાર્થી મંડળ દ્રારા ફરીયાદ કરાઈ છે.કે આ બસને કોટડાસાંગાણી લયાવાને બદલે ડાયરેકટ ગોંડલ ભગાડિ મુકાઈ છે જેના કારણે આ બસમા અપડાઉન કરતા વીસ વધુ વિદ્યાર્થીઓને કા તો રીબડા ચોકડીથી અથવાતો ગોંડલથી ભાડુ ખર્ચીને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે જે અંગેની રજુઆત અનેક વખત ગોંડલ તેમજ રાજકોટ એસટી ડેપોમા કરી હોવા છતા તંત્ર દ્રારા કોઈ કાર્યવાહિ કરવામા આવતી નથી સાથે જ ફરીયાદમા જણાવેલ કે આ કંડકટરને બસ કોટડાસાંગાણી વાયા ગોંડલ લઈ જવાનુ કહેવાય તો કંડકટર દ્વારા અમારી સાથે ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કરે છે અને અમોને રાજકોટ ગોંડલ હાઈવે પર રીબડા ચોકડીએ જ ઉતારી દેવામાં આવે છે અથવા તો ગોંડલ લઈ જવાઈ છે તેથી ગોંડલ થઈને કોટડાસાંગાણી આવવાની ફરજ પડે છે. વધુમાં વિદ્યાર્થીઓએ આક્ષેપ કરેલ કે આ કંડકટર માથાભારે અને વગદાર હોવાના કારણે એસ ટી ડેપો દ્વારા કોઈ પગલા લેવાતા ન હોવાથી વિદ્યાર્થી મંડળ દ્રારા મુખ્યમંત્રીને પત્ર લખી ફરીયાદ કરાઈ છે.

(11:56 am IST)