Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ગોંડલના રાજદીપ કન્ટ્રકશનના માલીક વિરૂદ્ધ ગોંડલ કોર્ટ દ્વારા ફરીયાદ મુદ્દે ફોજદારી ગુન્હો રજીસ્ટરમાં નોંધવા હુકમ

રાજકોટ તા. ૪ : રાજેન્દ્રસિંહ ઝાલા રહે. ચોરડી વાળાને તા.૧/૪/૧૯ ના રોજ અમરજીતસિંહ અનીરૂદ્ધસિંહ જાડજા તથા રઘુવીરસિંહ મુળરાજસિંહ રાયજાદા વિરૂદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગાળો આપી ઘાતકી હથીયારો બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેથી ગોંડલ તાલુકા  પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થયેલ જે સબંધે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર માસ સુધી કોઇપણ જાતની કાર્યવાહી ન થતા અરજદારએ ન્યાય મેળવવા કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરતા ગોંડલ કોર્ટ દ્વારા ફરીયાદ સબંધે રીપોર્ટ આપવા તાલુકા પોલીસ સ્ટેશનને હુકમ કરેલ જે રીપોર્ટમાં તાલુકા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી પી.એસ.આઇ. અજયસિંહ જાડેજાએ ગુન્હેગારો રાજકીય વગ ધરાવતા અને બહોળા જુથના અને પૈસા પાત્ર માણસો હવાને કારણે આરોપીને  છાવરવા ગુન્હો ન બનતો હોવાનો રીપોર્ટ રજુ કર્યો હતો. જે સંબંધે ફહીરયાદીએ રીપોર્ટ સામે વાંધા રજુ કરેલ અને નામદાર કોર્ટ દ્વારા ફરીયાદીની દલીલોને ધ્યાનમાં લઇ આરોપી વિરૂદ્ધ આઇ.પી.સી.કલમ પ૦૬ (ર) તથા જીપી એકટની ૧૩પ ના ગુન્હાના કામે ફોજદારી કેશ રજી. નોંધી ગુન્હાનું સમંસ ઇસ્યુ કરવાનું હુકમ તા.ર/૧ર/૧૯ ના રોજ કરાયેલ છે.ેઆમ ફરીયાદ પક્ષને નામદાર કોર્ટ દ્વારા ન્યાય મળેલ છે તેમ રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું ફરીયાદી પક્ષે ગોંડલના વિદ્વાન ધારાશાસ્ત્રી સુરેશભાઇ સોરઠીયા તેમજ મયુર સોરઠીયા રોકાયેલા છ.ે

(11:55 am IST)