Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ભાણવડ તાલુકા પ્રાથમિક શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નો અંગે રેલી,આવેદન ધરણાના કાર્યક્રમો યોજાયા

ભાણવડ તા.૪ : પ્રાથમિક શિક્ષકોએ તેમની પડતર માંગણીઓનો અવાજ બુલંદ કરવા આયોજનપુર્વક કાર્યક્રમો કરવાનુ નકકી કરેલ છે. જેમાં ભાણવડ તાલુકા પ્રા. શિક્ષકો પણ જોડાયા હતા અને રેલી આવેદન તેમજ એક દિવસનો ધરણા કાર્યક્રમ યોજાયો હતો.

છેલ્લા કેટલાય સમયથી રાજયભરના પ્રા. શિક્ષકો રાજય સરકારમાં પોતાની માંગણીઓ મુકી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવાને બદલે ઠાલા આશ્વાસનો આપી રહ્યા હોય ગુજરાત રાજય પ્રા. શિક્ષક સંઘે સરકારસામે બાયો ચડાવી છે અને નિર્ધારીત કાર્યક્રમો કરવાનુ નકકી કરેલ છે જેના ભાગરૂપે ભાણવડ તાલુકા પ્રા.શિક્ષકોએ પણ શૈક્ષણિક કાર્ય પુર્ણ કરી આ અભિયાનમાં હિસ્સો લીધો હતો. રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી ધરણા કર્યા હતા જેમાં ભાણવડ તા.પ્રા.શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો તેમજ ૨૦૬ જેટલા પ્રા. શિક્ષક શિક્ષિકાઓ જોડાયા હતા.પ્રા. શિક્ષકોની વિવિધ માંગણીઓ જેવી કે જૂની પેન્શન યોજના ચાલુ કરવી છઠ્ઠા પગાર પંચની વિસંગતતાઓ દૂર કરી સાતમાં પગારપંચની પુર્ણ અમલવારી કરવી બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુકતી આપવી, ૪૨૦૦ ગ્રેડ પે ચાલુ રાખવો તેમજ ૧૦ વર્ષની બોન્ડ મર્યાદામાં ઘટાડો કરવો સહિતના પ્રશ્નોને લઇને કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.કોંગ્રેસી આગેવાનો કરશનભાઇ ભેડા, ખીમભાઇ રાવલીયા, મુકેશભાઇ કરમુર સહિતના ધરણા છાવણીની મુલાકાતે આવી પ્રા.શિક્ષકોના પ્રશ્નો સંભાળ્યા હતા અને કોંગ્રેસ પાર્ટી સંપુર્ણ સહકાર આપી શિક્ષકોની માંગણી અંગે રાજય સરકાર સમક્ષ રજૂઆત કરશે એ મુજબની ખાતરી આપીહતી.

(11:52 am IST)