Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

લીંબુ પાણીનું સેવન કરીને ભોજન વગર ર૪૦ કિ.મી.નું અંતર કાપીને ગિરનારથી શેત્રુંજી સુધીની પદયાત્રા કરનાર ૧ર૦ વ્યકિતઓનાં સંઘનું બગસરામાં આગમન

બગસરા, તા. ૪ : આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફલક ધરાવતી તપ સેવા સુમિરન નામની સંસ્થા દ્વારા દર વર્ષે વિવિધ રાજયોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે આ યાત્રા ગુજરાતમાં યોજવામાં આવી હતી. જેમાં ડો. ગોપાલ શાસ્ત્રીજી મેરઠ ની આગેવાની હેઠળ ૧૨૦ પદયાત્રીઓ દ્વારા ગીરનાર તળેટીથી પાલીતાણા એટલે કે શેત્રુંજય પર્વતની તળેટી સુધી નું ૨૪૦ કીલોમીટર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ આ પદયાત્રાઙ્ગ બગસરા નાલંદા શૈક્ષણિક સંકુલ ખાતેઙ્ગ આવી પહોંચી હતી.આ પદયાત્રા ની વિશેષતા એ હતી કે દિવસમાં બે વખત માત્ર લીંબુ પાણી નું સેવન પદયાત્રિકો યાત્રા કરતા હતા. આ બાબતે ગોપાલ શાસ્ત્રીજીના જણાવ્યા અનુસાર પદયાત્રામાં વિભિન્ન રાજયના ૩૦ વર્ષથી લઈ ૮૦ વર્ષ સુધીના લોકો જોડાયા હતા શરીરમાં મોટાભાગની મુશ્કેલીઓ ખોરાક લેવાને કારણે ઉત્પન્ન થતી હોય છે નહીં કે ખોરાક છોડવાથી. આ સંસ્થા દ્વારા તેમના રાત્રી રોકાણ ના સ્થળો પર બેઠકોનો આયોજન કરી લોકોને ખોરાક વિશેની ખોટી માન્યતાઓ માંથી બહાર લાવી શરીરની જરૂરિયાત મુજબ ખોરાક પૂરો પાડવા બાબતે પણ સમજણ આપવામાં આવતી હતી. નાલંદા શૈક્ષણિક સંકુલ ના આચાર્ય સાંગાણીબેન  તથા દીપકભાઈ પાઠક દ્વારા સર્વે પદયાત્રીઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

નાલંદા સ્કુલમાં રાત્રે ડો. ગોપાલશાસ્ત્રી સાથે પરિસંવાદ યોજાયો તેમાં રોગમુકિત તથા સ્વસ્થતાનું માર્ગદર્શન આપવામાં આવ્યું. લોકોને આ દોડધામ ભરી જિંદગીમાં નિરોગી કેવી રીતે રહી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

બાળાઓ દ્વારા રાસ તથા મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ સંસ્થાના આચાર્ય શ્રીમતી સાંગાણી મુનિરભાઇ, શ્રી ઠુમ્મર તથા શ્રી બોરીચા દ્વારા કાર્યક્રમની જહેમત ઉઠાવવામાં આવી. સંચાલન ડી.વી. પાઠક દ્વારા કરવામાં આવ્યુ હતું. (તસ્વીર : અહેવાલઃ દર્શન ઠાકર)

(11:51 am IST)